Not Set/ લો બોલો!! UP માં 2 હજારથી વધુ કોરોના સંક્રમિતો અચાનક થઇ ગયા ગાયબ, તંત્ર દોડતુ થયુ

  લખનઉથી કોરોના વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહી કોરોના સંક્રમિત ઘણા દર્દીઓ ગાયબ થઈ ગયા છે. સરકારી રેકોર્ડમાં ખોટા નામ, સરનામા અને મોબાઈલ નંબર્સ નોંધાયા અને ગાયબ થઈ ગયા. વિભાગમાં હંગામો થયા બાદ તેની યાદી પોલીસ સર્વેલન્સ ટીમને સોંપવામાં આવી હતી. પોલીસે ભારે મુશ્કેલી સાથે 1,171 કોરોના પોઝિટિવ દર્દીઓને શોધી કાઠ્યા છે. […]

India
4a48619e642d5d0f553d3637b2742fb9 1 લો બોલો!! UP માં 2 હજારથી વધુ કોરોના સંક્રમિતો અચાનક થઇ ગયા ગાયબ, તંત્ર દોડતુ થયુ
 

લખનઉથી કોરોના વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહી કોરોના સંક્રમિત ઘણા દર્દીઓ ગાયબ થઈ ગયા છે. સરકારી રેકોર્ડમાં ખોટા નામ, સરનામા અને મોબાઈલ નંબર્સ નોંધાયા અને ગાયબ થઈ ગયા. વિભાગમાં હંગામો થયા બાદ તેની યાદી પોલીસ સર્વેલન્સ ટીમને સોંપવામાં આવી હતી.

પોલીસે ભારે મુશ્કેલી સાથે 1,171 કોરોના પોઝિટિવ દર્દીઓને શોધી કાઠ્યા છે. વળી, 1,119 દર્દીઓ હજુ પણ ગુમ છે. શોધખોળ ચાલી રહી છે. તારીખ 23 થી 31 જુલાઇની વચ્ચે આ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ બધા ગાયબ થઈ ગયા હતા. જ્યારે વહીવટીતંત્રએ તેમના નામો અને સરનામાઓની તપાસ કરી તો તે બનાવટી હોવાનું જાણવા મળ્યું હતુ. જે બાદ તેમની યાદી પોલીસને સોંપવામાં આવી હતી. હવે સર્વેલન્સ ટીમ આ દર્દીઓની શોધ કરી રહી છે.

જે દર્દીઓ મળી આવ્યા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે આ દર્દીઓની શોધખોળ માટે કોવિડ-19 સર્વેલન્સ ટીમને જવાબદારી સોંપી છે. વળી વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, જે દર્દીએ ખોટી માહિતી આપી છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશનર સુજિત પાંડેનાં જણાવ્યા અનુસાર, કોરોના ચેપની સાંકળ તોડવા માટે હજારોની સંખ્યામાં તપાસ કરવામાં આવી હતી. તમામ સ્થળોએ કેમ્પ લગાવીને લોકોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન લોકોએ ફોર્મ પર ખોટું નામ, સરનામુ અને મોબાઈલ નંબર ભર્યા હતા. રિપોર્ટ સામે આવ્યા બાદ, જ્યારે તપાસ શરૂ થઈ ત્યારે નામ અને સરનામા ખોટા હોવાનું માલુમ પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.