Not Set/ Sensex અને નિફ્ટીમાં રેકોર્ડસની વણઝાર યથાવત, રોકાણકારોને જલસા

મુંબઈ: ઓગસ્ટમાં ફ્યૂચર એન્ડ ઓપ્શન એક્સપાયરીના કારણે બુધવારે સવારે પ્રારંભમાં સેન્સેક્સ (Sensex) માં 93 પોઈન્ટ સાથે 38,989.65ની સપાટી પર રહ્યો હતો જેના લીધે સેન્સેક્સમાં ફરી એક વખત રેકોર્ડ નોંધાયો છે. થોડા કેટલાક સમયથી સેન્સેક્સ અને નિફ્ટીમાં બની રહેલા રેકોર્ડસના કારણે રોકાણકારો માલામાલ થયા છે. નિફ્ટી આજે 6 (છ) પોઈન્ટના વધારા સાથે 11,745ના સ્તરે પહોંચી ગયું છે. […]

Top Stories India Trending Business
Records in Sensex and Nifty remain unchanged, Investors gathering benefits

મુંબઈ: ઓગસ્ટમાં ફ્યૂચર એન્ડ ઓપ્શન એક્સપાયરીના કારણે બુધવારે સવારે પ્રારંભમાં સેન્સેક્સ (Sensex) માં 93 પોઈન્ટ સાથે 38,989.65ની સપાટી પર રહ્યો હતો જેના લીધે સેન્સેક્સમાં ફરી એક વખત રેકોર્ડ નોંધાયો છે.

થોડા કેટલાક સમયથી સેન્સેક્સ અને નિફ્ટીમાં બની રહેલા રેકોર્ડસના કારણે રોકાણકારો માલામાલ થયા છે. નિફ્ટી આજે 6 (છ) પોઈન્ટના વધારા સાથે 11,745ના સ્તરે પહોંચી ગયું છે. આજે બુધવારે સવારે એનએસઈના સેક્ટોરલ ઈન્ડેક્સમાં બેંકિંગ, ઓટો, મેટલના શેરોમાં તેજી જોવા મળી હતી. તો આની  સાથે સાથે એચડીએફસી, RIL, એસબીઆઈ, કોટક બેંકોના શેરમાં સુધારા સાથે માર્કેટને સપોર્ટ મળ્યો છે.

આજે 29 ઓગસ્ટના રોજ સેન્સેક્સ પ્રથમ વખત 38,989.65ના સ્તરે પહોંચીને એક નવો રેકોર્ડ રચ્યો છે. તા. 28 ઓગસ્ટને ગઈકાલે મંગળવારે સેન્સેક્સ પહેલીવાર 38,896ના સ્તરે બંધ રહ્યો હતો. જયારે તા. 20  ઓગસ્ટના રોજ સેન્સેક્સ 38340.69ના સ્તરે પહોંચીને એક નવો જ રેકોર્ડ બનાવ્યો હતો.

તા. 29 ઓગસ્ટે નિફ્ટીએ પ્રથમ વખત 11,745ના સ્તર પર પહોંચી શરૂઆતની તેજીનો રેકોર્ડ રચ્યો છે. નિફ્ટીએ 11,760.20ની સપાટી મેળવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તા. 9 ઓગસ્ટના રોજ નિફ્ટી ઓલટાઈમ હાઈ એટલે કે,  11,495.20 સ્તર પર પહોંચી હતી.

આજે બજારમાં મિડકૈપ અને સ્મોલકૈપ શેરોમાં તેજી જોવા મળી હતી. બીએસઈના મિડકૈપ ઈન્ડેક્સમાં 0.50 ટકાનો વધારો નોંધાયો છે જ્યારે નિફ્ટી ઈન્ડેક્સમાં 0.48નો વધારો નોંધાયો છે.

છેલ્લા કેટલાક દિવસોથી શેર બજારમાં ચાલી રહેલી તેજીના કારણે મિડકૈપ અને સ્મોલકૈપના શેરોમાં ભારે લેવાલી જોવા મળી રહી છે. જેના કારણે રોકાણકારોને ભારે ફાયદો જોવા મળી રહ્યો છે.