Not Set/ વધુ એક રાજ્યમંત્રી થયા કોરોના સંક્રમિત, જાણો હવે કોણ આવ્યું પોઝિટિવ

ભાવનગરના મહુવાના ધારાસભ્ય આર. સી. મકવાણા કોરોનાથી સંક્રમિત થયા છે. આર. સી. મકવાણાને કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાતા તેમણે RTPCR ટેસ્ટ કરાવ્યો હતો.

Top Stories Gujarat Others
કોરોના
  • રાજ્યમંત્રી આર.સી.મકવાણા કોરોના સંક્રમિત
  • વધુ એક મંત્રીને કોરોના
  • બીજી વખત થયો છે કોરોના
  • મંત્રી હાલ આરામ હેઠળ
  • તબીયતમાં સુધારો  

મહુવાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી આર.સી.મકવાણા કોરોના પોઝીટીવ થયા છે. કોવિડ લક્ષણ જણાતા ટેસ્ટ કરાવતા RTPCR ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. કોરોના બીજી લહેરમાં સંક્રમિત થઈ ચુકેલ મંત્રી આર.સી. મકવાણા ફરી સંક્રમિત થયા છે. પ્રજાસત્તાક પર્વ નિમીત્તે મહુવા ખાતે યોજાનાર રક્ત દાન કેમ્પમાં હાજરી આપવાના હતા ત્યારે હવે કોવિડ સંક્રમિત થતા તમામ પ્રવાસો રદ કરવામાં આવશે. અને મંત્રી આર.સી મકવાણા હાલ હોમ આઈસોલેટ થયા છે.

આ પણ વાંચો :  દુલ્હન લેવા પહોંચેલા જાનૈયાઓ દુલ્હા સહિત પહોંચ્યા પોલીસ સ્ટેશન, જાણો શું છે મામલો

ભાવનગરના મહુવાના ધારાસભ્ય આર. સી. મકવાણા સંક્રમિત થયા છે. આર. સી. મકવાણાને કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાતા તેમણે RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. જેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ધારાસભ્ય પોતાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને હોમ આઈસોલેટ થયા છે. ધારાસભ્યએ સંપર્કમાં આવનારા લોકોને પણ તકેદારી રાખવા અપીલ કરી છે.

મહત્વનું છે કે અત્યાર સુધીમાં ધારાસભ્ય જે.વી.કાકડિયા, રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ, મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, ભાજપના સાંસદ પૂનમ માડમ, સાંસદ ભરતસિંહ ડાભી,પ્રધાન જીતુ ચૌધરી, ધારાસભ્ય અક્ષય પટેલ, ધારાસભ્ય શૈલેશ મહેતા, ધારાસભ્ય અજમલજી ઠાકોર કોરોના સંક્રમિત થયા છે. તમામ હોમ આઇસોલેશનમાં છે. બીજી તરફ કોંગ્રેસના બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ , કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, પ્રતાપ દૂધાત કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.

રાજ્યમાં કોવિડ વાયરસના કેસમાં આજે ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13805  કેસ નોંધાયા છે. બીજી તરફ 13,469 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,30,938 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 86.49 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  25 મોત થયા. આજે 1,70,290 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : પિતાએ કહ્યું – અભ્યાસમાં ધ્યાન આપ, પ્રેમ પછી કરજે, આ વાત લાગી આવતા સગીરનો આપઘાત

આ પણ વાંચો : પંચમહાલમાં જ્યાં ઉઠાવાની હતી ડોલી ત્યાં થયું એવું કે દુલ્હનની ઉઠી અર્થી…

આ પણ વાંચો :પટેલ પરિવાર મામલે 3 દેશની ટોપ એજન્સીઓએ તપાસ શરૂ કરી! જાણો વિગત