Viral Video/ ચાલતી ટ્રેન પકડવાનાં ચક્કરમાં શખ્સ મોતનાં મોંઢામાં જતો બચ્યો, જુઓ

આજકાલ સોશિયલ મીડિયામાં અલગ-અલગ પ્રકારનાં વીડિયો વાયરલ થાય છે જે લોકોનાં હોશ ઉડાવી જાય છે. આ લિસ્ટમાં રેલવે સ્ટેશનનાં ઘણા વીડિયો પણ સામે આવ્યા છે જે ચોંકાવનારા છે.

Videos
Vasai Railway Station

આજકાલ સોશિયલ મીડિયામાં અલગ-અલગ પ્રકારનાં વીડિયો વાયરલ થાય છે જે લોકોનાં હોશ ઉડાવી જાય છે. આ લિસ્ટમાં રેલવે સ્ટેશનનાં ઘણા વીડિયો પણ સામે આવ્યા છે જે ચોંકાવનારા છે. બીજી તરફ ભારતીય રેલ્વે તેના મુસાફરોની સુરક્ષા માટે હંમેશા તૈયાર રહે છે.

આ પણ વાંચો – OMG! / એક તરફ પહાડ અને બીજી તરફ ખીણ, ડ્રાઇવરે યુ-ટર્ન લઇને કાર પર ચમત્કારિક કંટ્રોલ બતાવ્યો, Video

જો કે કેટલીકવાર કેટલીક એવી ઘટનાઓ સામે આવતી રહે છે જે ચોંકાવનારી હોય છે. આપને જણાવી દઈએ કે, રેલવે યાત્રીઓની સુરક્ષા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની પણ રચના કરવામાં આવી છે. વળી, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ઘણી વખત મુસાફરોનાં જીવ બચાવ્યા છે અને અત્યાર સુધીમાં ઘણા વીડિયો સામે આવ્યા છે જે તમને ચોંકાવી દેશે. હાલમાં જ મહારાષ્ટ્રમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)નાં જવાનોએ એક મુસાફરનો જીવ બચાવ્યો છે, જે ટ્રેન પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જણાવી દઇએ કે, આ મુસાફર મુંબઈનાં વસઈ રોડ સ્ટેશન પર ચાલતી ટ્રેન પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હા અને આ દરમિયાન તેનો પગ લપસી ગયો અને તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો. આ સમયે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે તમે અહીં જોઈ શકો છો. હા, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) કોન્સ્ટેબલ રામેન્દ્ર કુમારે મુસાફરને બચાવવાની તૈયારી બતાવી અને દોડીને તેને સુરક્ષિત બચાવી લીધો. તમે જોઈ શકો છો કે પશ્ચિમ રેલવેએ ટ્વિટર પર આ ઘટના સાથે સંબંધિત એક વીડિયો પોસ્ટ કર્યો છે.

આ પણ વાંચો – Covid-19 / બાળકોને ઓમિક્રોન અને કોરોનાથી સુરક્ષિત રાખવા તેમની દિનચર્યામાં આ સરળ કસરતોનો કરો સમાવેશ 

આ વીડિયોને શેર કરતા પશ્ચિમ રેલવેએ લખ્યું કે, “RPF કોન્સ્ટેબલ રામેન્દ્ર કુમારે મુંબઈનાં વસઈ રોડ સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે પડી ગયેલા પેસેન્જરનો જીવ બચાવવા માટે તત્પરતા દાખવી. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ચાલતી ટ્રેનમાં ચઢવાનો/ઉતરવાનો પ્રયાસ ન કરે.” જેમ તમે બધા જોઈ શકો છો, અત્યાર સુધી આ વીડિયોને હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો માત્ર 24 સેકન્ડનો છે અને હવે તે ઝડપથી વાયરલ થયો છે.