Not Set/ આઈ.કે.જાડેજાએ કર્યા કોંગ્રેસ પર પ્રહાર, ભારત બંધના એલાનનો થયો ફિયાસ્કો: ભાજપ

ગાંધીનગર, પ્રેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના વિરોધમાં કોંગ્રેસે ભારત બંધનું એલાન કર્યું હતું, જે અંગે ભાજપના પ્રવક્તા આઈ. કે. જાડેજાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. આઇ. કે. જાડેજાએ જણાવ્યું હતુ કે, પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે કેન્દ્ર સરકાર પણ ચિતીંત છે. પરંતુ કોંગ્રેસે રાજકીય રોટલા શેકવા માટે ભારત બંધનું એલાન આપ્યું હતું. અમે પેટ્રોલ ડીઝલના […]

Top Stories Videos
mantavya 95 આઈ.કે.જાડેજાએ કર્યા કોંગ્રેસ પર પ્રહાર, ભારત બંધના એલાનનો થયો ફિયાસ્કો: ભાજપ

ગાંધીનગર,

પ્રેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના વિરોધમાં કોંગ્રેસે ભારત બંધનું એલાન કર્યું હતું, જે અંગે ભાજપના પ્રવક્તા આઈ. કે. જાડેજાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. આઇ. કે. જાડેજાએ જણાવ્યું હતુ કે, પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે કેન્દ્ર સરકાર પણ ચિતીંત છે. પરંતુ કોંગ્રેસે રાજકીય રોટલા શેકવા માટે ભારત બંધનું એલાન આપ્યું હતું.

અમે પેટ્રોલ ડીઝલના ભાવ અંગે ચિંચીત છીએ. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું જોવાનું હોય છે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટ, માંગ અને પુરવઠો, આંતરરાષ્ટ્રીય સ્થિતિના કારણે આ ભાવ વધ્યાં છે. જીએસટી માટે પણ એક કમિટિ બનાવવામાં આવી છે તેમાં પણ આ અંગે વિચાર થઇ રહ્યો છે.

જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે આ ભાવવધારા સમયે પણ મનમોહન સિંહે જવાબ આપ્યો હતો કે, પૈસા ઝાડ ઉપર ઉગતા નથી. આવો જવાબ આપનારાઓ જ આંદોલન કરવા નીકળ્યાં છે.

વર્ષ 2013માં પેટ્રોલ ડીઝલનો ભાવ 83. 62 રૂપિયા હતો. પછી નરેન્દ્રભાઇની સરકાર આવીને પેટ્રોલના ભાવ ઘટતા ગયા છે. હાલ ભાવને સ્થિર રાખવાની સ્થિતિ અંગે ચિંતા છે.

કોંગ્રેસ પોતાનો ભૂતકાળ જુએ, મનમોહનસિંહનું શાસન જુએ અને તેમના શબ્દોને યાદ કરે. ગુજરાતની શાણી પ્રજાએ કોંગ્રેસના ભારત બંધને સંપૂર્ણ પણે જાકારો આપ્યો છે.