Not Set/ ભારત બંધને અમરેલીમાં મળ્યો સારો પ્રતિસાદ,લોકોએ સ્વૈચ્છીક રીતે ૧૪૪ની કલમ લગાવી: ધાનાણી

અમરેલી, કોંગ્રેસના ભારત બંધને વિપક્ષ નેતા ધાનાણીના ગઢ અમરેલીમાં સારો પ્રતિસાદ મળ્યો છે. પરેશ ધાનાણીએ બંધના સમર્થનમાં શહેરના બજારમાં ફરી બંધમાં વેપારીઓને સમર્થને આપવા આહવાહન કર્યુ હતું. તો લોકોએ પણ કોંગ્રેસના બંધને સમર્થન આપી સ્વૈચ્છિક રીતે 144ની કલમ લગાવી હતી. પરેશ ધાનાણીએ બજારમાં વેપારીઓની મુલાકાત કરી ભાજપ પર પ્રહારો કર્યા હતા. મહત્વનું છે કે ધાનાણીએ બે […]

Top Stories Gujarat Videos
mantavya 96 ભારત બંધને અમરેલીમાં મળ્યો સારો પ્રતિસાદ,લોકોએ સ્વૈચ્છીક રીતે ૧૪૪ની કલમ લગાવી: ધાનાણી

અમરેલી,

કોંગ્રેસના ભારત બંધને વિપક્ષ નેતા ધાનાણીના ગઢ અમરેલીમાં સારો પ્રતિસાદ મળ્યો છે. પરેશ ધાનાણીએ બંધના સમર્થનમાં શહેરના બજારમાં ફરી બંધમાં વેપારીઓને સમર્થને આપવા આહવાહન કર્યુ હતું. તો લોકોએ પણ કોંગ્રેસના બંધને સમર્થન આપી સ્વૈચ્છિક રીતે 144ની કલમ લગાવી હતી. પરેશ ધાનાણીએ બજારમાં વેપારીઓની મુલાકાત કરી ભાજપ પર પ્રહારો કર્યા હતા.

મહત્વનું છે કે ધાનાણીએ બે હાથ જોડીને પોતાના વિસ્તારના લોકોને બંધમાં સહકાર આપવા વિનંતી કરી હતી. જોકે, આ દરમિયાન ઘણા લોકોએ પરેશ ધાનાણી સાથે દલીલો પણ કરી હતી. અમરેલીના ધારાસભ્ય પોતાના વિસ્તારની એક સ્કૂલમાંપહોંચ્યા હતા. જ્યાં એમણે વિદ્યાર્થીઓને બંધ પાળવા માટે સમજાવ્યા હતા.

ધાનાણીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું કે આજે આખો દેશ બંધ છે, ત્યારે તમે એક રૂમમાં પુરાઈ રહ્યા છો. બધે હડતાળ છે. તમે યુવાધન છો, તમે ટેકો નહિ આપો, તો કોણ આપશે. તમે એક દિવસ રજા રાખો, એટલે ઊંઘતી સરકારને ખબર પડે. અને પેટ્રોલ ડીઝલની કિંમતો ઓછી થાય.

વિરોધ પક્ષના નેતા ધાનાણીએ વ્યવસાયિકોને બે હાથ જોડી વિનંતી કરતા જણાવ્યું કે બધા સહકાર આપો, આખો દેશ લૂંટાઈ ગયો છે. ત્રણ વાગ્યા સુધી થોડો સહકાર આપો. ભાવ ઘટશે તો બધાને ફાયદો થશે. આખો દેશ અટકી ગયો છે. બધાને બે હાથ જોડીને વિનંતી કરી હતી.

આ દરમિયાન ઘણા લોકોએ દલીલ કરી હતી કે 2013ના વર્ષમાં પણ પેટ્રોલનો ભાવ 84 રૂપિયા હતો. જેના જવાબમાં ધાનાણીએ કહ્યું કે 73 રૂપિયા ઉપર પેટ્રોલનો ભાવ ક્યારે પણ નથી ગયો. તમારે દુકાન ખુલ્લી રાખવી હોય, તો રાખો. તમે 80 રૂપિયાનું પેટ્રોલ પુરાવો, અમને વાંધો નથી. અમે વિનંતી કરવા આવ્યા છીએ.