Not Set/ બાળકોને ભરીદો ટીફીનમાં આ હેલ્ધી અને ચટાકેદાર નાસ્તો : કોર્ન પાલક ટીક્કી

  બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટેના બધા પ્રયત્નો મમ્મીઓ કરતી હોય છે. કોર્ન પાલક ટીક્કી વિટામીનથી ભરપુર છે. પોષણની સાથે તે ક્રિસ્પી અને સ્વાદમાં ચટપટી હોવાથી બાળકોને જરૂર ભાવશે. આ ટીક્કીને તમે નાસ્તામાં પણ ખાઈ શકો છો. કોર્ન પાલક ટીક્કીની સામગ્રી  ૨૦૦ ગ્રામ મકાઈના દાણા ૨-૩ કપ દૂધ ૨ ટે. સ્પુન લીંબુનો રસ […]

Lifestyle
recipe બાળકોને ભરીદો ટીફીનમાં આ હેલ્ધી અને ચટાકેદાર નાસ્તો : કોર્ન પાલક ટીક્કી

 

બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટેના બધા પ્રયત્નો મમ્મીઓ કરતી હોય છે. કોર્ન પાલક ટીક્કી વિટામીનથી ભરપુર છે. પોષણની સાથે તે ક્રિસ્પી અને સ્વાદમાં ચટપટી હોવાથી બાળકોને જરૂર ભાવશે. આ ટીક્કીને તમે નાસ્તામાં પણ ખાઈ શકો છો.

Image result for corn palak tikki

કોર્ન પાલક ટીક્કીની સામગ્રી 

  • ૨૦૦ ગ્રામ મકાઈના દાણા
  • ૨-૩ કપ દૂધ
  • ૨ ટે. સ્પુન લીંબુનો રસ
  • ૧ કપ બાફેલા બટેકા
  • ૮૦૦ ગ્રામ પાલક
  • ૧ ટે. સ્પુન લાલ મરચું
  • પનીરના ટુકડા જરૂર મુજબ
  • ૧ ટે. સ્પુન ગરમ મસાલો
  • ૧ ટે. સ્પુન સંચળ પાઉડર
  • ૧ ટે સ્પુન. જીરું પાઉડર
  • ૧ ટે સ્પુન સમારેલું આદુ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૨ નંગ સમારેલા લીલા મરચા
  • અડધો કપ સમારેલી કોથમીર
  • ૧ ટે. સ્પુન મેંદો
  • ઘી તળવા માટે

 બનવવાની રીત

સૌ પ્રથમ પાલકને બાફીને જીણી સમારી લો. ત્યારબાદ મકાઈના  દાણા દૂધમાં નરમ મ થઇ જાય ત્યાં સુધી ગરમ થવા દો. આ મિશ્રણને પીસીને એક બાજુ મૂકી દો. હવે પીસેલા આ મકાઈના દાણામાં લીંબુનો રસ અને ચાટ મસાલો ઉમેરો. ત્યારબાદ તેમાં બાફેલા બટેકા, પનીર અને પાલકને મિક્ષ કરી લો.

હવે તેમાં કોથમીર, આદુ , મીઠું અને મકાઈનો લોટ નાખો. ટીક્કી બની શકે તેવી પેસ્ટ તૈયાર કરો. હવે ગોળાકાર આકાર આપીને આ ટીક્કીને ઘીમાં તળી લો. તો તૈયાર છે કોર્ન પાલક ટીક્કી.

ગરમાગરમ આ  ટીક્કીને ટામેટાના સોસ કે કોથમીર ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.