Health Tips/ ભાગદોડ ભરેલી લાઈફમાં કેવી રીતે રહેશો સ્વસ્થ, વાંચી લો આ ટીપ્સ

આધુનિક સમયમાં ભાગદોડની લાઇફમાં સ્વસ્થ અને ફિટ રહેવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો ચોક્કસપણે સફળતા હાંસલ કરી શકાય છે.

Health & Fitness Lifestyle
shutterstock 291264515 ભાગદોડ ભરેલી લાઈફમાં કેવી રીતે રહેશો સ્વસ્થ, વાંચી લો આ ટીપ્સ

આધુનિક સમયમાં ભાગદોડની લાઇફમાં સ્વસ્થ અને ફિટ રહેવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો ચોક્કસપણે સફળતા હાંસલ કરી શકાય છે. બિમારીને દુર રાખવા માટે બહારની ચીજાને ટાળવાની સાથે સાથે નિયમિત ભુખ કરતા ઓછા પ્રમાણમાં ભોજન કરવાની ટેવ પાડવાની જરૂર છે.

આ પણ વાંચો : નવા વર્ષની પાર્ટી માટે તૈયાર કરો તવા મલાઈ પનીર ટિક્કા, નોંધીલો રેસીપી

ખુબ પાણી પીવો

પાણી પીવાના કેટલાક ફાયદા છે. આના કારણે શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર થાય છે.એવું કહેવામાં આવે છે કે વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછું 7 લીટર પાણી પીવું જોઇએ.આના કારણે શરીરમાં ઓક્સીજન પણ જળવાઇ રહે છે. જો તમે વધારે પ્રમાણમાં ફાયબર ભોજનમાં લઇ રહ્યા છો અને સાથે સાથે પુરતા પ્રમાણમાં પાણી પીતા નથી તો આપના આંતરડાને નુકસાન થઇ શકે છે. જેથી પુરતા પ્રમાણમાં પાણી પીવામાં આવે તે જરૂરી છે. જો તમે માંસાહારી છો અથવા તો પણ પાણી પીવાનું વધુ રાખો. આના કારણે આંતરડાની ગતિવિધી સ્વસ્થ રહે છે.

ભુખ કરતાં ઓછું ખાવ

અભ્યાસમાં પણ આ બાબત સાબિત થઇ ચુકી છે કે સારી હેલ્થ રાખવા માટે હમેંશા જેટલી ભુખ હોય તેના કરતા ઓછા પ્રમાણમાં ભોજન કરવુ જોઇએ. આંતરડા અમારા પાચન તંત્રના મુખ્ય અંગ તરીકે છે. મોટા આંતરડા અને નાના આંતરડા અમારી પાચન ક્રિયામાં ચાવી રૂપ ભૂમિકા અદા કરી હતી.

નિષ્ણાંતો  કહે છે કે પોતાની ભુખ કરતા હમેંશા ઓછા પ્રમાણમાં ભોજન કરવાથી લાભ થાય છે. જ્યારે ભુખ કરતા વધારે પ્રમાણમાં જમવાના કારણે આરોગ્યની સમસ્યા ઉભી થઇ શકે છે. વધારે જમવાથી માત્ર વજન વધતુ નથી પરંતુ આંતરડા બગડવાના પણ ચાન્સ રહે છે.

આ પણ વાંચો :

નિષ્ણાંત તબીબો કહે છે કે આપણે જે ભોજન કરીએ છીએ તેમાંથી આંતરડા સારી અને સ્વસ્થ તેમજ પૌષ્ટીક ચીજો રાખે છે, જ્યારે ઝેરી ચીજાને શરીરની બહાર કાઢી નાંખે છે. આંતરડા પણ યોગ્ય રીતે કામ કરી શકે તે માટે પણ કેટલાક પગલા લેવાની જરૂર હોય છે. આંતરડાને સ્વસ્થ રાખવા માટે પણ કેટલાક પગલા લેવા જોઇએ.

ફાયબરયુક્ત ખોરાક વધુ લો

સારા સ્વાસ્થ માટે ફાઇબરયુક્ત સંતુલિત ચીજા ભોજનમાં ઉપયોગમાં લેવામાં આવે તે જરૂરી છે. શાકભાજી, ફળફળાદી , અનાજ અને નટ્‌સમાં ફાઇબર ચીજા વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાથી ફાયદો થાય છે. ફાઇબર આપના આંતરડાને સ્વસ્થ કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. ફાયબરયુક્ત ભોજન સારી રીતે પચી જાય છે અને તે આંતરડાને વધારે સક્રિય પણ રાખે છે.

આ પણ વાંચો :શિયાળામાં આ સુપરફૂડના સેવન કરવાથી થાય છે અનેક ફાયદાઓ

આ પણ વાંચો :જો તમારામાં હોય આ 4 ક્વોલીટી તો મિનિટો માં બનશે તમારી ગર્લફ્રેન્ડ

આ પણ વાંચો :તો આ કારણથી રોટલી ગેસ પર મુકતા જ ફુલે છે..

આ પણ વાંચો :આ ટીપ્સ સારા ટમેટા પસંદ કરવામાં કરશે તમારી મદદ