અમદાવાદ,
ભારત બંધ દરમિયાન વિરોધ કરી રહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને અમિત ચાવડની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન કર્યું છે..
ત્યારે ભારત બંધના વિરોધ પ્રદર્શન માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો લાલદરવાજા પહોચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો પણ જોડાઈ હતી. ત્યાં મામલો ગરમાતા પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.