Not Set/ લોકડાઉનમાં બ્રિટેનનાં લોકો બન્યા દારૂડિયા, ઘરે બેસી ખૂબ પીવે છે દારૂ, આંકડો ચોંકાવી દેશે

કોરોના સંક્રમણમાં લોકડાઉન લાગુ થયુ અને ઘરમાં બેસીને લોકો મનોરંજન અને સારા ભોજન પર ધ્યાન આપતા રહ્યા, જેના કારણે તેમનું વજન વધ્યું. પરંતુ બ્રિટનમાં એક નવી સમસ્યા ઉભી થઈ છે. અહીં લોકડાઉન દરમિયાન લોકો નશાની લતનો શિકાર બન્યા છે.

Top Stories World
બ્રિટિશર દારૂડિયા

ભારતમાં દારૂનાં ઠેકા ખુલતાની સાથે જ દારૂ પીતા લોકોની ભીડ જોવા મળી હતી, આવો જ નજારો બ્રિટનમાં પણ જોવા મળી રહ્યો છે. વળી કોરોના સંક્રમણનો સામનો કરવા માટે લાગુ કરાયેલા નિયંત્રણો દરમિયાન ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકો મોટાપાનો શિકાર બન્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.

1 2022 01 18T073557.593 લોકડાઉનમાં બ્રિટેનનાં લોકો બન્યા દારૂડિયા, ઘરે બેસી ખૂબ પીવે છે દારૂ, આંકડો ચોંકાવી દેશે

આ પણ વાંચો – OMG! / એક સમયે નાનુ કદ હોવાથી ચીડવતા હતા લોકો, આજે બનાવી એવી બોડી જોતા રહી જશો તમે, Viral Video

જણાવી દઇએ કે, કોરોના સંક્રમણમાં લોકડાઉન લાગુ થયુ અને ઘરમાં બેસીને લોકો મનોરંજન અને સારા ભોજન પર ધ્યાન આપતા રહ્યા, જેના કારણે તેમનું વજન વધ્યું. પરંતુ બ્રિટનમાં એક નવી સમસ્યા ઉભી થઈ છે. અહીં લોકડાઉન દરમિયાન લોકો નશાની લતનો શિકાર બન્યા છે. દેશમાં કોરોના સંક્રમણને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે લોકોમાં તણાવની ચર્ચા ચાલી રહી છે. આ સાથે દારૂનાં વ્યસની લોકો માટે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન, બ્રિટનમાં કરવામાં આવેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે કોરોના મહામારી દરમિયાન દારૂનું સેવન વધ્યું છે. તેના કારણે બ્રિટનમાં લાખો લોકો વ્યસનની લતમાં પડી ગયા છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, લોકડાઉનની સમાજ પર ખરાબ અસર પડી છે. લંડનમાં રોયલ કોલેજ ઓફ સાયકિયાટ્રિસ્ટનાં પ્રમુખ અને મનોચિકિત્સક પ્રોફેસર જુલિયા સિંકલેરે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને કારણે દેશવ્યાપી લોકડાઉન લોકોને તેમના ઘરોમાં કેદ કરે છે. તેમનું માનવું છે કે લોકડાઉનને કારણે દેશમાં દારૂનો વપરાશ વધ્યો છે. તેમણે કહ્યું કે, સામાન્ય દિવસોમાં લોકો દારૂ પીવા માટે પબ વગેરે સ્થળોએ જતા હતા, અહીં કલાકો લાગી જતા હતા. જેના કારણે ઘણી વખત સમયની અછતનાં કારણે લોકો દારૂ પીને ઘરે જતા હતા.

1 2022 01 18T073745.893 લોકડાઉનમાં બ્રિટેનનાં લોકો બન્યા દારૂડિયા, ઘરે બેસી ખૂબ પીવે છે દારૂ, આંકડો ચોંકાવી દેશે

આ પણ વાંચો – IPL / અમદાવાદની ટીમ તરફથી હાર્દિક પંડયા સહિત આ ખેલાડીઓ રમશે,હરાજી પહેલા આટલા રૂપિયામાં કરી પસંદગી,જાણો વિગત

પરંતુ લોકડાઉનને કારણે તેમને ઘરે દારૂ પીવાની પૂરતી તક અને સમય મળ્યો. તેમણે સમજાવ્યું કે આ અભ્યાસમાં આલ્કોહોલ પીવાની સમસ્યાનું મૂલ્યાંકન કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા વિકસિત ઓડિટ નામનાં સ્કોરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રોફેસર જુલિયા સિંકલેર કહે છે કે દારૂ પીનારાઓમાં ભ્રમ અથવા મગજમાં ધ્રુજારી થઈ શકે છે. જેના કારણે ઘણી વખત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. સાથે જ ક્યારેક તે મૃત્યુનું કારણ પણ બની જાય છે. આવી સ્થિતિમાં, તમારા સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવાની જરૂર છે. NHS મુજબ, પુખ્ત વયનાં લોકો દર અઠવાડિયે 14 યુનિટથી વધુ દારૂ પી શકતા નથી. લોકડાઉન દરમિયાન આ આંકડો દર અઠવાડિયે 50 યુનિટ સુધી પહોંચ્યો હતો. દર અઠવાડિયે 50 યુનિટ આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.