મુઝફ્ફરપુર,
દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહેલી રેપની ઘટનાઓમાં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે બિહાર રાજ્યનાં મુઝફ્ફરપુરમાંથી બાલિકા ગૃહમાં રહેતી છોકરીઓ સાથે રેપ થયા હોવાની વધુ એક ઘટના સામે આવી છે.
મુઝફ્ફરપુરમાં શેલ્ટર હોમમાં રહેતી ૧૬ છોકરીઓ સાથે બળાત્કારની ઘટના સામે આવી છે, એ શેલ્ટર હોમનું નામ ‘ સેવા સંકલ્પ અને વિકાસ સમિતિ ‘ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ શેલ્ટર હોમની છોકરીઓ સાથે રેપ થયા હોવાની ઘટના ત્યારે સામે આવી જયારે ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાઇસેજએ આ વર્ષના મે માસમાં આ બાલિકા ગૃહનું સોશિયલ ઓડીટ કર્યું હતું.
ખુલાસા બાદ છોકરીઓનું મેડીકલ ચેક અપ કરવામાં આવ્યું હતું જેમાં ૨૧ છોકરીઓના મેડીકલ રિપોર્ટમાં 16 છોકરીઓ સાથે બળાત્કાર થયાનો ખુલાસો થયો હતો.
આ દરમિયાન પીડિતાએ પોલીસને કહ્યું હતું કે, એમની એક સાથીની હત્યા કરીને એના મૃતદેહને હોસ્ટેલ પરિસરમાં જ દાટી દેવામાં આવ્યો હતો.
આ માહિતી મળ્યા બાદ પોલીસે ખોદકામ શરૂ કર્યું હતું પણ હજી સુધી ખોદકામમાં એવું કઈ મળ્યું નથી.
મુઝફ્ફરપુરની એસએસપી હરપ્રીત કૌરએ જણાવ્યું હતું કે, ખોદકામમાં કઈ મળ્યું નથી અને અમે આ મામલે અમે ઘનિષ્ટ તપાસ કરી રહ્યા છીએ.
એસએસપીના કહેવા મુજબ, અત્યાર સુધી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ 10 લોકોમાં બાલિકા ગૃહના સંચાલક બ્રિજેશ ઠાકુર અને વિનીત કુમાર છે, તેમજ આ બે સિવાય બાલિકા ગૃહમાં કામ કરતી ૭ મહિલાઓની પણ ધરપકડ કરાઈ છે.