Not Set/ મધ્ય પ્રદેશના નવા સીએમ બન્યા કમલનાથ, કહ્યું કોંગ્રેસના હાથમાં મધ્ય પ્રદેશનું ભવિષ્ય સુરક્ષિત

છેલ્લા ઘણા વર્ષોથી સાંસદ સભ્ય રહેનાર ૭૨ વર્ષીય કમલ નાથની નિમણુક મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી છે. ગુરુવારે મોડી સાંજે આ જાહેરાત કરવામાં આવી હતી. મધ્ય પ્રદેશમાં જોરદાર પ્રદર્શન સાથે એક વાર ફરીથી કોંગ્રેસ સત્તા પર પાછી આવી ગઈ છે. વિધાન સભાની ચૂંટણી થયા પછી મધ્ય પ્રદેશના સીએમ કોને બનાવવા તેની ચર્ચાનો હવે અંત […]

Top Stories India Trending Politics
1544627092 4112 મધ્ય પ્રદેશના નવા સીએમ બન્યા કમલનાથ, કહ્યું કોંગ્રેસના હાથમાં મધ્ય પ્રદેશનું ભવિષ્ય સુરક્ષિત

છેલ્લા ઘણા વર્ષોથી સાંસદ સભ્ય રહેનાર ૭૨ વર્ષીય કમલ નાથની નિમણુક મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી છે. ગુરુવારે મોડી સાંજે આ જાહેરાત કરવામાં આવી હતી. મધ્ય પ્રદેશમાં જોરદાર પ્રદર્શન સાથે એક વાર ફરીથી કોંગ્રેસ સત્તા પર પાછી આવી ગઈ છે. વિધાન સભાની ચૂંટણી થયા પછી મધ્ય પ્રદેશના સીએમ કોને બનાવવા તેની ચર્ચાનો હવે અંત આવ્યો છે.

મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી દિગ્ગજ નેતા કમલનાથ બનશે. નવા સીએમની શપથવિધિ ૧૭ ડીસેમ્બરના રોજ કરવામાં આવશે .

મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા પછી તેમણે કોંગ્રેસ અને  મધ્ય પ્રદેશની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે તેઓ મધ્ય પ્રદેશના મતદાતાઓના આભારી છે જેમણે કોંગ્રેસની સરકાર બનાવવા માટે પોતાનું સમર્થન આપ્યું.

મને વિશ્વાસ છે કે કોંગ્રેસના હાથમાં મધ્ય પ્રદેશનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. અમે તમામ વચનો પુરા કરીશું અને જનતાના વિશ્વાસ પર ખરા ઉતરીશું. સાથે જ તેમણે જણાવ્યું કે તેમના માટે આ પદ એક મીલના પથ્થર જેમ છે .