Ahmedabad/ અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓ સામે કરોડોની રિકવરી કાઢતાં ડીઈઓ

અમદાવાદ શહેરમાં જ આવી 150 જેટલી ગ્રાન્ટેડ શાળાઓએ રૂપિયા………..

Top Stories Gujarat
Image 36 1 અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓ સામે કરોડોની રિકવરી કાઢતાં ડીઈઓ

Ahmedabad News: ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓએ નિયત કરતાં વધુ ગ્રાન્ટ મેળવી હોવાનો રાજ્યના ઓડિટમાં પર્દાફાશ થયો છે. શહેર DEO દ્વારા 150 ગ્રાન્ટેડ શાળાઓ પાસે રૂપિયા 3.08 કરોડ કરતાં વધુની રિકવરી માટે નોટિસ જારી કરાઈ છે.

અમદાવાદ શહેરમાં જ આવી 150 જેટલી ગ્રાન્ટેડ શાળાઓએ રૂપિયા 1 હજારથી 29 લાખ સુધીની વધુ ગ્રાન્ટ ચૂકવાઈ હોવાની માહિતી જાણવા મળી છે. ઓડિટમાં સૌથી વધુ જે શાળાઓ સામે રિકવરી નીકળી છે તેમાં મણિનગરની જય સોમનાથ હાઈસ્કૂલ પાસે રૂ. 92.49 લાખ, આશ્રમરોડ પર આવેલી શ્રીવિદ્યાનગર સ્કૂલ સામે રૂ.29.79 લાખ, મહાવીરનગરની રૂ.14.05 લાખ સહિત 150 જેટલી શાળાઓની રિકવરી કાઢવામાં આવી છે.

સમય મર્યાદામાં રિકવરી ભરી ચલણ જમા કરાવવામાં નહિ આવે તો તેવા સંજોગોમાં શાળા વિરૂદ્ધ નિયમ મુજબ કાર્યવાહી શરૂ કરાશે.  જો શાળા બંધ થઈ ગઈ હોય અથવા તો ચાલુ શાળાઓ દ્વારા સમય મર્યાદાના સરકારી લેણું ચૂકવણી કરવામાં ન આવે તો જીલ્લા કલેક્ટર મારફતે આવી શાળાઓની મિલકતો સામે સરકારી બોજો દાખલ કરાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવે રાહુલ ગાંધીનું રાજામહારાજાઓ પર વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો:હીરાની ચોરીના આરોપીને પોલીસે 33 વર્ષ પછી પકડ્યો

આ પણ વાંચો:જામનગર મહાનગરપાલિકાના SSI પર હુમલો