છેતરપિંડી/ આણંદમાં બ્રાન્ડેડ કપડાના નામે ઉઘાડી લૂંટ ચલાવતા હોવાની ફરિયાદ ઉઠી!

જાગૃત ગ્રાહકો દ્વારા થોડા સમય અગાઉ કાપડની પ્રખ્યાત બ્રાન્ડ રેયમન્ડના કાપડમાં ખામીઓ સર્જાતી જણાતા કંપનીને ફરિયાદ કરી હતી.

Gujarat Others
બ્રાન્ડેડ

જાગૃત ગ્રાહકો દ્વારા થોડા સમય અગાઉ કાપડની પ્રખ્યાત બ્રાન્ડ રેયમન્ડના બ્રાન્ડેડ કાપડમાં ખામીઓ સર્જાતી જણાતા કંપનીને ફરિયાદ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા રેયમન્ડ કંપનીએ પોતાના ફિલ્ડ ઓફિસરોને તપાસના આદેશ કર્યા હતા ત્યારબાદ કંપનીના કર્મચારીઓ દ્વારા છેલ્લા 5 મહિના થી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને રેયમન્ડના નામે બોગસ કાપડ વેચાતા હોવાનું જણાઇ આવતા આજે કંપનીના કર્મચારીઓ દ્વારા આણંદ ટાઉન પોલીસને સાથે રાખી પાંચ દુકાનોમાં રેડ કરી હતી.

ગ્રાહકોને રેયમન્ડ કંપનીના બ્રાન્ડેડ કાપડના નામે છેતરતા અને પોતાને રેમન્ડ કંપનીના ઓથોરાઈઝ ડીલર તરીકેની ઓળખ આપતા આણંદના લક્ષ્મી ચાર રસ્તા પાસેની આમોલ શોપ અને આમોલની રૂપલષ્મી એમ બંને શાખા, દિયા કલેક્શન, ધનલક્ષ્મી, અને ગુડ ટેલર જે (ગુડમેન) તરીકે ઓળખાય છે આ તમામ દુકાનો માંથી મોટી માત્રામાં રેયમન્ડ કંપનીના નામે બોગસ કાપડ આપી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા હોવાનો ઘટસ્ફોટ ખુદ રેમન્ડ કંપનીના ફિલ્ડ ઓફિસર દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે જ તમામ દુકાનોમાંથી 1100 મીટર કાપડ અંદાજીત 3 લાખથી વધુનો મુદ્દામાલ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સાથે આશ્ચર્યજનક બાબત એ સામે આવી છે કે અમુક દુકાનો રેયમન્ડના ઓથોરાઇઝ ડીલર હોવાના મોટા-મોટા બોર્ડ તો લગાવી દીધા છે પરંતુ જ્યારે રેયમન્ડના જ કર્મચારીઓ દ્વારા તેમની પાસે દસ્તાવેજી પુરાવા માંગવામાં આવ્યા ત્યારે તેમની પાસેથી કોઈપણ પુરાવા ન મળી આવવાની પણ માહિતી કંપનીના જ કર્મચારીઓ દ્વારા આપવામાં આવી છે.

સમગ્ર મામલે હાલ તો કંપની આ તમામ દુકાનદારો પાસે આ માલ આવ્યો તો આવ્યો ક્યાંથી અને શુ આ પોતાને ઓથોરાઈઝ ડીલર કહેતા દુકાનદારો પાસે કોઈ ઓથોરિટી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી ઘાટતી કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 આણંદમાં બ્રાન્ડેડ કપડાના નામે ઉઘાડી લૂંટ ચલાવતા હોવાની ફરિયાદ ઉઠી!


આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર

આ પણ વાંચો:ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ સુવિધા સાથે ધમધમશે

આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..

આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ