રાજકોટ/ ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ સુવિધા સાથે ધમધમશે

ડિસેમ્બર મહિનાના અંત થી 250 બેડની સુવિધા શરૂ થશે. જેમાં સૌરાષ્ટ્રના 12 જિલ્લાના દર્દીઓને સારવાર મળશે. 250 બેડની IPD શરૂ થશે. સૌરાષ્‍ટ્રવાસીઓ માટે સારા સમાચાર આ વર્ષના અંતે આવવાના છે.

Top Stories Rajkot Gujarat
એઇમ્સ હોસ્પિટલ
  • ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલને લઈને મોટા સમાચાર
  • ડિસેમ્બર મહિનાના અંતથી 250 બેડની સુવિધા થશે શરૂ
  • 250 બેડની IPD (ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ) શરૂ થશે

Rajkot News: ગુજરાતની પ્રથમ AIIMS હોસ્પિટલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડિસેમ્બરના અંતથી 250 બેડની સુવિધા શરૂ થશે. તેમજ સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે કે ઉદ્ઘાટન માટે આરોગ્ય મંત્રાલયે PMOનો સમય માંગ્યો છે. રાજકોટમાં નિર્માણ પામેલી એઇમ્સ હોસ્પિટલ હવે સંપૂર્ણપણે તૈયાર થઇ ગઇ છે અને ડિસેમ્બરના અંતમાં એટલે કે આવતા મહિનાના અંત સુધીમાં જ 250 બેડની સુવિધા શરૂ થઈ જશે જેના કારણે સૌરાષ્ટ્રના દર્દીઓને મલ્ટી સ્પેશ્યાલીટી સારવાર માટે હવે અમદાવાદ જવું નહિ પડે.

મળતી માહિતી અનુસાર, ડિસેમ્બર મહિનાના અંત થી 250 બેડની સુવિધા શરૂ થશે. જેમાં સૌરાષ્ટ્રના 12 જિલ્લાના દર્દીઓને સારવાર મળશે. 250 બેડની IPD શરૂ થશે. સૌરાષ્‍ટ્રવાસીઓ માટે સારા સમાચાર આ વર્ષના અંતે આવવાના છે. રાજકોટની ભાગોળે 250 બેડની મલ્‍ટીસ્‍પેશ્‍યાલીટી સુવિધાથી સજ્જ એઈમ્સ શરૂ થઈ જશે. 1 વર્ષના વિલંબ બાદ આખરે રાજકોટ એઇમ્‍સ ધમધમતી થવાની છે. જે માટેની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ચૂકી છે. જે હવે આખરી તબક્કામાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.

રાજકોટ એઇમ્સને કારણે ગરીબ દર્દીઓને ફાયદો થશે. કારણ કે માત્ર 10 રૂપિયામાં તેમની તપાસ થઇ જશે અને પછી નિદાન માટે નિમ્ન શુલ્કમાં રિપોર્ટ કરાશે. આ ઉપરાંત જો દાખલ થવાની નોબત આવે તો માત્ર 375 રૂપિયામાં દસ દિવસ જનરલ વોર્ડ અને બે લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ સિવાય અનેક સુવિધાઓ મળશે. ગરીબો માટે આશીર્વાદરૂપ એક દિવસના બેડનું ભાડું રૂ.35 પ્રતિદિન રહેશે. જે લોકો બીપીએલ કાર્ડ ધરાવે છે તેમને એઈમ્સમાં સારવાર, સર્જરી સાવ વિનામૂલ્યે કરાશે.

સૌરાષ્‍ટ્રનાં 12 જિલ્લાઓના લોકોને સુપર સ્‍પેશ્‍યાલીટી સારવાર માટે અમદાવાદ જવું નહિ પડે. એઈમ્સમાં સારવાર થતા લોકોને ઘર આંગણે આનો ફાયદો મળી રહેશે. રૂપિયા 1200 કરોડનો ખર્ચે, 24 વિભાગો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 200 ડોકટર્સ અને 300 નર્સિંગ સ્‍ટાફ ફરજ અદા કરશે. રાજકોટમાં નિર્માણ પામેલી એઇમ્‍સ હોસ્‍પિટલ ફુલ ફલેજડ તૈયાર થઇ ગઈ છે. ડિસેમ્‍બરના અંતથી 250 બેડની સુવિધા સાથે શરૂ થશે.


whatsapp ad White Font big size 2 4 ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ સુવિધા સાથે ધમધમશે


આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..

આ પણ વાંચો:આણંદના વાસદ બ્રિજ પર પોલીસ વાનનો અકસ્માત, એક હોમગાર્ડનું મોત

આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ

આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં રોગચાળાનો અજગરી ભરડો, ઝેરી મેલેરિયા થયા બાદ 5 વર્ષીય બાળકીનું મોત