Ahmedabad News: રખિયાલ (Rakhiyal)માં જૂની અદાવતમાં યુવકનું અપહરણ (Kidnapping) કર્યાની ઘટનાનાં CCTV સામે આવ્યા છે. રખિયાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદમાં રખિયાલ (Rakhiyal) વિસ્તારમાં અમન ચોકના ખુલ્લા મેદાનમાં ગઈકાલ વહેલી સવારે અંદાજે 6 વાગ્યાની આસપાસમાં અપહરણની ઘટના બની હતી. અયાન ઉર્ફે કાલિયો નિયાઝ હુસને અંસારી, અઝહર અંસારી અને અરબાઝ શેખ એક્ટિવા પર બેસાડી અપહરણ કરી યુવકને માર માર્યો હતો. મોરારજી ચોકના ખુલ્લા મેદાનમાં લઈ જઈ હુમલો કર્યો હતો. બેઝબોલના દંડા અને ચપ્પુ દ્વારા હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. અરમાન પઠાણ નામના યુવકનું અપહરણની ઘટના સમયના CCTV સામે આવ્યા છે. CCTV ફૂટેજને આધારે રખિયાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.
અગાઉ અરવલ્લી (Aravalli) જીલ્લામાં ધનસુરા તાલુકામાં આવેસ રમોસ ગામમાં 8 મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર દંપતી પર જીવલેણ હુમલો (Attack) કરાતા ગામમાં ભય ફેલાયો હતો. તેમજ ઘમાં તોડફોડ કરી ગર્ભવતી મહિલા (Attack) નું અપરહણ કરવામાં આવ્યું હતું. યુવકે આ મામલે પોલીસ પર સુરક્ષાને લઈ આક્ષેપો કર્યા છે. યુવતીના પરિવારજનો દ્વારા હુમલો કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવક તેમજ પરિવારજનોને માર મારી ઇસમો ફરાર થઈ ગયા હતા. 8 મહિના પહેલા યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. યુવકે ધનસુરા પોલીસની કામગીરી પર આક્ષેપ કર્યા હોવાનું સામે આવ્યું છે.

તાજેતરમાં અમદાવાદના નરોડા (Naroda)માં ફ્રૂટના વેપારી સાથે બનેલી હનીટ્રેપની ઘટનાએ શહેરને ચોંકાવી દીધું હતું. આ ઘટનામાં એક યુવતીએ વેપારીનો સંપર્ક સાધીને નોકરીની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ યુવતીએ વેપારીને મળવા માટે બોલાવ્યા હતા અને શહેરના વિવિધ સ્થળોએ તેમની સાથે ફરી હતી. અચાનક જ અડાલજ નજીક ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના નામે 4 અજાણ્યા શખ્સોએ વેપારીનું અપહરણ (Kidnapping) કર્યું હતું. અપહરણકર્તાઓએ વેપારીને કડીના એક ખેતરમાં લઈ જઈને તેમના કપડાં કઢાવી નાખ્યા હતા અને 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. વેપારીએ પૈસા આપવાનો ઈન્કાર કરતાં અપહરણકર્તાઓએ તેમને માર માર્યો હતો અને તેમની પાસેથી રોકડા 12 હજાર રૂપિયા, 600 દિરહામ, એક ઘડિયાળ અને મોબાઈલ ફોન લૂંટી લીધા હતા. લૂંટ ચલાવ્યા બાદ અપહરણકર્તાઓ ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો:અરવલ્લીમાં ધનસુરામાં દંપતી પર જીવલેણ હુમલો, ગર્ભવતી મહિલાનું અપહરણ
આ પણ વાંચો:પરીક્ષા આપ્યા બાદ 2 સગીરાઓ થઈ ગુમ, પોલીસે નોંધી અપહરણની ફરિયાદ
આ પણ વાંચો:કચ્છથી મુબઈ જતા વૃધ્ધનું અપહરણ કરી રૂમમાં ગોંધી રાખ્યા : 25 લાખની ખંડણી માંગનારા 3 શખ્સો ઝડપાયા
