Mumbai News/ કચ્છથી મુબઈ જતા વૃધ્ધનું અપહરણ કરી રૂમમાં ગોંધી રાખ્યા : 25 લાખની ખંડણી માંગનારા 3 શખ્સો ઝડપાયા

મુંબઈની વાકોલા પોલીસે વૃધ્ધનો છુટકારો કરાવ્યો

Top Stories Mumbai News India

Mumbai News : મુંબઈના સાંતાક્રુઝ પૂર્વમાં રહેતા મહેશકુમાર કે ચૌધરીના પિતા કેશવજી ભીમાભાઈ ચૌધરી(60) ગુજરાતના કચ્છથી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મુંઈ આવી રહ્યા હતા. દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ તેમનું અપહરણ કર્યું હતું. બાદમાં આરોપીઓએ તેમના છુટકારા માટે 25 લાખ રૂપિયા આંગડિયા મારફતે મોકલવાનું કહ્યું હતું. પૈસા ન મોકલે તો વૃધ્ધની ચાકૂ મારી હત્યા કરવાની ધમકી આપી હતી.

આ અંગે સાંતાક્રુઝના વાકોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીઓ સતત લોકેશન બદલતા હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું, જોકે પોલીસે તપાસ ચાલુ રાખતા અંતે 26 ફેબ્રુઆરીના રોજ કાંદિવલી(પશ્ચિમન)ના લાલજી પાડા વિસ્તારમાંથી એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પુચફરછ બાદ અન્ય બે આરોપીને પણ પોલીસે ઝડપી લીધા હતા.

બાદમાં પોલીસે વૃધ્ધને જ્યાં ગોંધી રાખવામાં આવ્યા હતા તે રામમંદિર પશ્ચિમ સ્થિત એક બિલ્ડીંગમાંથી કેશવજી ચૌધરીનો છુકારો કરાવ્યો હતો.આરોપીઓમાં મલાચ પશ્ચિમમાં રહેતા રાધેશ્યામ એમ.સોની, કાંદિવલી પૂર્વમાં રહેતા સતીશ એન.યાદવ તથા ગોરેગાંવ પશ્ચિમમાં રહેતા ધર્મેન્દ્ર રામપતી રવિદાસનો સમાવેશ થાય છે. વાકોલા પોલીસ આ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના વકીલો 24 ફેબ્રુઆરીએ કામ નહીં કરે, જાણો શુ છે કારણ

આ પણ વાંચો:AAPના મંત્રીઓ 20 મહિના સુધી મંત્રાલય ચલાવતા રહ્યા, જેનો કોઈ પત્તો નહોતો, હવે પંજાબ સરકાર જાગી ગઈ છે 

આ પણ વાંચો:પંજાબની રાજનીતિ પર ‘દિલ્હી દરબાર’, ભગવંત માન કેજરીવાલને મળવા સમગ્ર કેબિનેટ સાથે ચંદીગઢથી રવાના