National News/ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના વકીલો 24 ફેબ્રુઆરીએ કામ નહીં કરે, જાણો શુ છે કારણ

વકીલો પ્રસ્તાવિત એડવોકેટ્સ (સુધારા) અધિનિયમ, 2025 નો વિરોધ કરશે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ બાર એસોસિએશને એડવોકેટ્સ (સુધારા) બિલ, 2025 સામે “તીવ્ર અસંતોષ” દર્શાવવા માટે 24 ફેબ્રુઆરી (સોમવાર) ના રોજ કામકાજથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.

Top Stories India

Punjab : પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ બાર એસોસિએશને પ્રસ્તાવિત એડવોકેટ્સ (સુધારા) અધિનિયમ, 2025(advocates amendment bill-2025)ના વિરોધમાં 24 ફેબ્રુઆરીએ કામકાજથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. એટલે કે તે દિવસે કોઈ પણ પ્રકારનું કોર્ટની કામગીરી કરશે નહી. 21 ફેબ્રુઆરીના રોજ એસોસિએશનની કારોબારી સમિતિ દ્વારા સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કાર્યકારી પ્રમુખ જસદેવ સિંહ બ્રાર અને માનદ સચિવ સ્વર્ણ સિંહ તિવાનાએ જણાવ્યું હતું કે આ પગલું advocates amendment bill-2025 બિલ પ્રત્યે “તીવ્ર અસંતોષ” દર્શાવે છે, જેમાં તેઓ માને છે કે વકીલો અને ન્યાયતંત્ર માટે હાનિકારક જોગવાઈઓ છે.

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) એ પહેલાથી જ આ બિલ સામે વાંધો નોંધાવી દીધો છે, જે 13 ફેબ્રુઆરીએ ટિપ્પણીઓ માટે જાહેર કરવામાં આવ્યું હતું. BCI એ “ગહન ચિંતા” વ્યક્ત કરી છે, અને કહ્યું છે કે જો કેટલીક જોગવાઈઓ લાગુ કરવામાં આવે તો તે કાનૂની વ્યવસાય માટે ગંભીર અસરો પેદા કરશે અને તેની સ્વાયત્તતાને નબળી પાડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગર કતલખાને લઈ જવાતા પશુઓને બચાવાયા

આ પણ વાંચો:ગૌ સેવકોએ ગાયો ભરેલો ટ્રક પકડ્યો, કતલખાને જતી આઠ ગાયો અને બે વાછરડાનાં બચાવ્યા જીવ

આ પણ વાંચો:મારુતિ કારમાં કચરાની જેમ ભરીને લઈ જઈ રહ્યો હતો 6 ગોવંશ,લોકોએ યુવકને માર્યો ઢોર માર