લોકડાઉન/ ગોવામાં લોકડાઉન ૨ ઓગસ્ટ સુધી લંબાવાયું

સરકાર દ્વારા  કોરોના કેસ પર નિયંત્રણ લાવવા સમગ્ર દેશ માં રાજયવાર  લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું .

India

  સમગ્ર દેશ માં  કોરોનાની આ બીજી  લહેર  ઘાતકી બની હતી જેમાં લાખો લોકો ના મોત થયા હતા . ત્યારે સરકાર દ્વારા  કોરોના કેસ પર નિયંત્રણ લાવવા સમગ્ર દેશ માં રાજયવાર  લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું . જે અંતર્ગત  ગોવા સરકારે રાજ્યમાં કોરોના કર્ફ્યું  2 ઓગસ્ટ સુધી વધાર્યું છે .  મહત્વનું  છે કે 9 મી મેના રોજ રાજ્યમાં  પહેલી વાર  કર્ફ્યુ લાગવવામાં આવ્યું હતું ,  વધતા જતા કેસો ને લીધે  કર્ફ્યુંની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે . ચીફ પ્રમોદ સાવંતે ટ્વીટ  કરીને જણાવ્યું કે  રાજ્ય કર્ફ્યુના આદેશને ઓગસ્ટ 2021 સુધી વધાર્યું છે .

આ પણ વાંચો : ચોમાસાની સીઝનમાં આ રીતે બનાવો બટેકા-ચણા ચાટ,જોઇને જ મોંમાં આવી જશે પાણી

ગોવામાં કોરોનાના  75 નવા કેસોના  નોધાયા છે , રવિવારે કોરોના ગ્રસ્ત લોકોની  સંખ્યા વધીને 1,70,491 થઈ ગઈ છે.   કોરોના કારણે છ વધુ દર્દીઓનાં મોતને કારણે મૃત્યુઆંક વધીને 13,122 થયો છે. રવિવારે રાજ્યની હોસ્પિટલમાં 149 લોકોને રજા આપવામાં આવ્યા બાદ, સ્વસ્થ થતાં લોકોની સંખ્યા વધીને 1,66,201 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 1,158 છે. તેમણે કહ્યું કે રવિવારે 44,448 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું, જેના કારણે અત્યાર સુધીમાં પરીક્ષણ કરાયેલા નમૂનાઓની સંખ્યા વધીને 10,30,783 થઈ ગઈ છે

આ પણ વાંચો : PM મોદીએ કારગિલ યુદ્ધનાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી, કહ્યુ- અમને તેમની બહાદુરી યાદ છે