Gujarat Weather/ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બેવડી ઋતુનો માહોલ

ગુજરાતમાં કચ્છ-ઉત્તર ગુજરાતમાં ઠંડીનું (Cold) પ્રમાણ વધી રહ્યું છે, બેવડી ઋતુને કારણે સવારે ઠંડી તો બપોરે ગરમી વધતી જોવા મળી રહી છે.

Top Stories Gujarat Breaking News
Cold

Gujarat Weather:ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે અજાણી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડકનો અહેસાસ થાય છે, જ્યારે બપોરે ગરમીનો પારો ચઢી જાય છે. શહેરીજનોને આ અસામાન્ય વાતાવરણથી મૂંઝવણ થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,ઉત્તર-પૂર્વીય પવનોના કારણે આગામી દિવસોમાં ઠંડીનું (Cold) જોર વધવાની શક્યતા છે, પરંતુ ભૂતકાળના અનુભવોને જોતાં લોકોમાં શંકા પણ છે.

ગુજરાતમાં ઠંડીના કારણે  નલિયાનું તાપમાન  સૌથી નીચું નોંધાયું

Cold

 ગાંધીનગર (Gandhinagar) 15 ડિગ્રી, અમદાવાદ (Ahmedabad) 16.4 ડિગ્રી, અમરેલી 11.8 ડિગ્રી, કંડલા એરપોર્ટ 13 ડિગ્રી, ડીસા 13.1 ડિગ્રી, વડોદરા (Vadodara) 13.4 ડિગ્રી, કેશોદ 13.8 ડિગ્રી, ભુજ 113 ડિગ્રી, રાજકોટ 113 ડિગ્રી. 14.2 ડિગ્રી, દમણમાં 14.8 ડિગ્રી, પોરબંદરમાં 15.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં (Surendranagar) 15.5 ડિગ્રી અને ભાવનગરમાં 15.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું જ્યારે સૌથી નીચું તાપમાન નલિયા 10.3 ડિગ્રી નોંધાયું હતું.

આ તાપમાનોને જોતાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું (Cold) જોર વધુ છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં તુલનાત્મક રીતે હળવી ઠંડક અનુભવાઈ રહી છે.છેલ્લા ત્રણ દિવસથી તાપમાન યથાવત્ રહેવાથી દિવસે ગરમી અને રાત્રે અપેક્ષિત ઠંડકનો અનુભવ નથી થઈ રહ્યો. અમદાવાદમાં મહત્તમ તાપમાન 31.02°Cથી વધીને 32.08°C નોંધાયું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 19°Cથી ઘટીને 18.02°C થયું છે.

cold

એટલે કે રાત્રે 0.8°Cનો ઘટાડો થયો છે. હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટીને 39% નોંધાયું છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતમાં બરફવર્ષા થાય છે, જેના કારણે ઠંડા પવનો ગુજરાત તરફ આવે છે. પરંતુ આ વખતે વિક્ષેપની અસર મર્યાદિત રહી છે, જેથી ઠંડીમાં (Cold) વધારો ધીમો પડ્યો છે.હવામાન વિભાગના જાણકારો અનુસાર, સતત ઉત્તરીય પવનો ફૂંકાવાના કારણે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. ખાસ કરીને ડિસેમ્બરના અંત સુધીમાં લઘુત્તમ તાપમાનમાં 2-3°Cનો વધારાનો ઘટાડો થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃગુજરાતવાસીઓ થઈ જાઓ સાવધાન! રાજ્યમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી

આ પણ વાંચોઃકાતિલ શિયાળો ફરી સક્રિય: પર્વતોની હિમવર્ષાથી મેદાનોમાં ઠંડીનો કહેર

આ પણ વાંચોઃગુજરાતમાં કાલથી વધશે ઠંડીનું જોર, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં તાપમાન ઘટશે