Not Set/ ગાંધીનગર/ પોલીસ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ, અમિત ચાવડા સહીત કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત

ગાંધીનગર વિધાનસભા ગૃહમાં શિયાળુ સત્રનો પ્રારંભ થઇ ચુક્યો છે. તે સભા પૂર્વે BJP ધારાસભ્યોની  મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં BJP MLA અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર વિગેરે હાજર રહ્યા હતા. સરકારી યોજના અંગેની ગૃહમાં ચર્ચામાં ભાવ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ વિપક્ષ નેતા પરેશ ધનની દ્વારા સત્યાગ્રહ છાવણી […]

Top Stories Gujarat

ગાંધીનગર વિધાનસભા ગૃહમાં શિયાળુ સત્રનો પ્રારંભ થઇ ચુક્યો છે. તે સભા પૂર્વે BJP ધારાસભ્યોની  મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં BJP MLA અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર વિગેરે હાજર રહ્યા હતા. સરકારી યોજના અંગેની ગૃહમાં ચર્ચામાં ભાવ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

તો બીજી બાજુ વિપક્ષ નેતા પરેશ ધનની દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા ૬ દિવસથી ધરણા પર બેઠેલા વિદ્યાર્થીઓને સંબોધન કરવામાં આવ્યું હતું. અમિત ચાવડા સહિત કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યા છે. અને વિધાનસભાના સત્ર ની શરૂઆત પહેલા જ જોરદાર વિરોધ પ્રરદર્કાશન કરવામાં આવ્યું છે. સરકાર  વિરોધી સૂત્રોચ્ચાર શરૂ કરવામાં આવ્યા છે. અને વિધાનસભા ઘેરાવ અને હલ્લાબોલ ની શરૂઆત કરવામાં આવી હતી.

વિધાનસભાના ગેટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે ગાંધીનગર ખાતે વિવિધ મુદ્દે વિવિધ કર્મચારી મંડળ અને વિવિધ સંગઠનો દ્વારા સરકાર વિરુદ્ધ પ્રદર્શન, વિધાનસભા ઘેરાવ અને રેલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે પોલીસના જવાનોને  કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક સૂચના આપવામાં આવી છે. અનધિકૃત વ્યક્તિઓને વિધાનસભામાં પ્રવેશ પર રોક મુકવામાં આવી છે. પોલીસ વેન અને ટોળાને વિખેરવા વરુણ વેન ગેટ પર તૈનાત કરવા આવી છે.

હલ્લાબોલ અને વિધાનસભા ઘેરાવ કરવા જતા કોંગી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સિધાર્થ પટેલ, મનીષ દોશી, અર્જુન મોઢવાડિયા, હીત અનેક કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી  છે. કાર્યકર્તાઓએ પોલીસને વાન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વોટર કેનન નો પ્રયોગ કરવામાં આવ્યો છે. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર સંઘર્ષ યથાવત છે.

વિધાનસભાના તમામ ગેટ બંધ કરવામાં આવ્યા છે. ગેટ નંબર અને 4 સિવાય તમામ ગેટ બંધ કરવા માં  આવ્યા છે. કોંગી કાર્યકરો અને નેતાઓની અટકાયત બાદ કોંગ્રેસ નો વિધાનસભા ઘેરાવનો  કાર્યક્રમ અધવચ્ચે જ પોલીસે બળ પ્રયોગ કરીને અટકાવી દીધો છે. તેમને વિધાન સભા ભવન સુંધી પહોચવા જ નથી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.