Bhavnagar News : પોલીસ સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે કાર્યરત હોય છે અને મહિલાઓ પર થતા અત્યાચાર સામે ન્યાય અપાવવાનું મહત્વપૂર્ણ કામ કરે છે. પરંતુ જ્યારે પોલીસ વિભાગની જ મહિલા કર્મચારી દુષ્કર્મ (Raped)નો ભોગ બને, ત્યારે કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થાય છે. આવી જ એક શરમજનક ઘટના ભાવનગરમાંથી સામે આવી છે, જેણે સમગ્ર શહેર અને પોલીસ બેડામાં ચકચાર મચાવી દીધી છે.
ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાના પર દુષ્કર્મ (Raped) થયાની ફરિયાદ નોંધાવતા મામલો પ્રકાશમાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, સોશિયલ મીડિયા મારફતે થયેલી ઓળખાણ બાદ આરોપીએ મહિલા કોન્સ્ટેબલને ડરાવી-ધમકાવીને તેની સાથે દુષ્કર્મ (Raped) આચર્યું હોવાનો આરોપ ફરિયાદમાં મૂકાયો છે.
સોશિયલ મીડિયાથી શરૂ થયેલી ઓળખાણ
ફરિયાદ અનુસાર, પીડિતા અને આરોપી યુવક વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંપર્ક થયો હતો. શરૂઆતમાં સામાન્ય વાતચીત બાદ આરોપીએ આ મિત્રતાનો ગેરફાયદો ઉઠાવ્યો. આરોપીએ ગંભીર પરિણામોની ધમકી આપી મહિલા પોલીસ કર્મચારી સાથે અનેકવાર દુષ્કર્મ (Raped) આચર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપાઈ
20 જાન્યુઆરીની મોડી રાત્રે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ વિભાગ હરકતમાં આવ્યો છે. ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સમગ્ર કેસની તપાસ ભાવનગર સિટી DYSP આર. આર. સિંઘલને સોંપવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ માટે કાર્યવાહી તેજ કરી છે.
રક્ષક જ જ્યારે સુરક્ષિત ન હોય, ત્યારે સામાન્ય જનતાની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઊભા થાય છે. આ ઘટનાએ ભાવનગરમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બનીને પોલીસ તંત્રને પણ ઝંઝોળી નાખ્યું છે.

