Amreli News : અમરેલી જિલ્લાના રાજુલા વિસ્તારમાં એક વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ (Raped)અને બ્લેકમેલિંગનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આરોપી યુવકે છરીની અણીએ વિદ્યાર્થિની પર વારંવાર દુષ્કર્મ (Raped) આચર્યું હોવાનો આરોપ છે. એટલું જ નહીં, તેણે બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પીડિતાને લાંબા સમય સુધી બ્લેકમેલ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
વિદ્યાર્થિનીએ પોલીસમાં દુષ્કર્મ (Raped) ની ફરિયાદ નોંધાવી
પીડિતાની ફરિયાદ મુજબ, આરોપીએ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને પહેલા રૂ. 80 હજાર ઉઘરાવ્યા હતા. બાદમાં વધુ રૂ. 20 લાખની માંગણી કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. સતત ધમકી અને દબાણથી કંટાળીને આખરે વિદ્યાર્થિનીએ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મ (Raped) અને બ્લેકમેલિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. હાલ આરોપીની શોધખોળ તેમજ ઘટનાથી સંબંધિત પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે મામલે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: આટકોટના ચકચારી દુષ્કર્મ કેસમાં 34 દિવસમાં ચુકાદો,15 જાન્યુઆરીએ કોર્ટ સંભળાવશે સજા
આ પણ વાંચો: આણંદમાં લવ જેહાદ જેવી ચોંકાવનારી ઘટના, 26 વર્ષીય વિધર્મી યુવકે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ
