Kheda News/ ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ ખેડાના નડિયાદમાં ત્રણ વ્યક્તિના શંકાસ્પદ મોત

ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ સર્જાયો હોવાનું માનવામાં આવે છે. ખેડાના નડિયાદમાં ત્રણ વ્યક્તિના શંકાસ્પદ મોત થયા છે. તેઓએ લઠ્ઠાવાળો દારૂ પીધો હોવાથી મોત થયા છે.

Gujarat Top Stories Others Breaking News

Kheda News: ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ સર્જાયો હોવાનું માનવામાં આવે છે. ખેડાના નડિયાદમાં ત્રણ વ્યક્તિના શંકાસ્પદ મોત થયા છે. તેઓએ લઠ્ઠાવાળો દારૂ પીધો હોવાથી મોત થયા છે. તેઓએ નડિયાદના જવાહરનગરમાં દેશી દારુ પીધા મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ સમગ્ર મામલે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

ખેડા જિલ્લાને લઠ્ઠાકાંડ સાથે લેણુ લાગે છે. હજી દોઢ વર્ષ પહેલાં જ ત્યાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો અને તેમા પાંચના મોત થયા હતા. ખેડામાં એક સાથે 5 લોકોના મોતને લઇ અનેક તર્ક-વિતર્ક થયા હતા. બે દિવસમાં બિલોદરા અને બગડુ ગામમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત થયાના સમાચાર સામે આવ્યા હતા. આને કારણે ખેડા જિલ્લાની સમગ્ર પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઇ હતી. આ કેસમાં એસઓજી, LCB, નડિયાદ રૂરલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. પોસ્ટમોર્ટમ કર્યા બાદ સમગ્ર હકીકત બહાર આવશે.

મૃતકના પરિવારજનોનો દાવો હતો કે, મૃતક જયારે ઘરે પહોંચ્યા ત્યારે માથામાં દુખાવાની ફરિયાદ કરી હતી. જે બાદ તેમને પરસેવો વળ્યો અને મોંઢામાંથી ફીણ બહાર આવી ગયું હતું. જેને લઈને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.પહેલા ખાનગી દવાખાને લઈ ગયા તો ત્યાંથી તબીબે સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું.સિવિલ હોસ્પિટલમાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ગામમાંથી શંકાસ્પદ સિરપની ખાલી બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેના કારણે ચર્ચા થઇ રહી છે કે, આ મૃતકોએ આ શંકાસ્પદ આયુર્વેદિક સિરપ પીધી હોઇ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડાના લઠ્ઠાકાંડમાં નીકળ્યું અમદાવાદ કનેકશન

આ પણ વાંચો: જૂનાગઢમાં લઠ્ઠાકાંડની આશંકા વચ્ચે બે લોકોના મોત, DYSP કાફલા સાથે સિવિલ હોસ્પિટલમાં પહોચ્યા

આ પણ વાંચો: લો બોલો, બિહારના લઠ્ઠાકાંડમાં 53ના મોત માટે જવાબદાર સ્પિરિટ પોલીસ સ્ટેશનમાંથી ગાયબ!