Vadodara News/ મિસ ઇન્ડિયા ઇવેન્ટમાં ગુજરાતમાં બનાવાયેલા ક્રાઉન વિજેતાઓને પહેરાવાયા

તાજેતરમાં યોજાયેલ ફેમિના મિસ ઈન્ડિયા ઈવેન્ટના ત્રણેય ક્રાઉન વડોદરાના જ્વેલર્સ બંધુ દ્વારા ડિઝાઈન અને ક્રાફ્ટ કરવામાં આવ્યા હતા. આ વર્ષની વિનર નિકિતા પોરવાલ, ફર્સ્ટ રનર અપ રેખા પાંડે અને સેકન્ડ રનર અપ આયુષી ધોળકિયા છે. મિસ ઈન્ડિયાની વિજેતા અને ઉપવિજેતાને વડોદરામાં બનાવાયેલો તાજ પહેરાવાયો હતો.

Gujarat Vadodara Breaking News

Vadodara News: તાજેતરમાં યોજાયેલ ફેમિના મિસ ઈન્ડિયા ઈવેન્ટના ત્રણેય ક્રાઉન વડોદરાના જ્વેલર્સ બંધુ દ્વારા ડિઝાઈન અને ક્રાફ્ટ કરવામાં આવ્યા હતા. આ વર્ષની વિનર નિકિતા પોરવાલ, ફર્સ્ટ રનર અપ રેખા પાંડે અને સેકન્ડ રનર અપ આયુષી ધોળકિયા છે. મિસ ઈન્ડિયાની વિજેતા અને ઉપવિજેતાને વડોદરામાં બનાવાયેલો તાજ પહેરાવાયો હતો. આ ઉપરાંત આ વર્ષની વિનર મિસ ઈન્ડિયાનું ગુજરાત કનેક્શન પણ સામે આવ્યું છે. મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતનાર ઉજ્જૈનની વતની નિકિતા પોરવાલે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. મિસ ઈન્ડિયાની ફર્સ્ટ રનર અપ રેખા પાંડે વાપીની રહેવાસી છે. વડોદરાની રહેવાસી આયુષી ધોળકિયાએ સેકન્ડ રનર અપનો ખિતાબ જીત્યો છે.

મિસ ઈન્ડિયા સેકન્ડ રનર અપ આયુષી ધોળકિયા વડોદરાની છે અને તેણે કહ્યું કે, “મને એવું લાગે છે કે હું મિસ ઈન્ડિયા ઈવેન્ટમાંથી કંઈક લઈને ઘરે પાછી આવી છું.” આ વખતે સમગ્ર વડોદરા અને ગુજરાતમાંથી ભરપૂર સમર્થન મળ્યું હતું. આજે હું ખૂબ જ ખુશ છું કે મેં ગુજરાત માટે તાજ જીત્યો છે. જ્યારે હું દસ વર્ષની હતી ત્યારે મેં મારી પ્રથમ સૌંદર્ય સ્પર્ધા કરી હતી. મેં ઘણા વર્ષો સુધી સખત મહેનત કરી અને આજે મને સફળતા મળી છે. હું અભિનય, મોડલિંગ અને હોસ્ટિંગ દ્વારા મારી કારકિર્દીને આગળ વધારવા માંગુ છું. મેં ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને જો મને તક મળે તો હું બોલિવૂડમાં પણ કામ કરવા તૈયાર છું.

તાજમાં બે કિલો સોનું અને 350 થી 400 કેરેટના હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નારાયણ જ્વેલર્સના એમડી કેતન ચોક્સીએ જણાવ્યું હતું કે આજે અમારી પાસે મિસ ઈન્ડિયા સ્પર્ધાની વિજેતા નિકિતા પોરવાલ, ફર્સ્ટ રનર અપ રેખા પાંડે અને સેકન્ડ રનર અપ આયુષી ધોળકિયા અહીં હાજર છે અને આજે અમે અહીં ઉજવણી કરી છે.

અમે મિસ ઈન્ડિયા ઈવેન્ટ માટે જ્વેલરી અને મુગટ તૈયાર કર્યા છે. આ તાજમાં દોઢથી અઢી કિલો સોનું અને 350થી 400 કેરેટના હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય 2000 થી 2200 જેટલા રંગીન પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મોઝામ્બિકન રૂબી અને ઝામ્બિયન એમેરાલ્ડની સાથે અમે સારી ગુણવત્તાના આઈડીએસ લેબ પ્રમાણિત હીરાનો પણ ઉપયોગ કર્યો છે.

પ્રાકૃતિક પીળા હીરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે કુદરતી પીળા હીરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કુદરતી પીળો હીરો 10,000 હીરામાંથી એક છે. આ ત્રણ ક્રાઉનને ડિઝાઇનથી પૂર્ણ થવામાં સાડા ત્રણ મહિના લાગ્યા હતા અને તેને પૂર્ણ કરવા માટે 30 કારીગરોની જરૂર હતી. અમારી પાસે 100 દિવસ હતા અને 100 દિવસમાં ડિઝાઇન સાથે સંપૂર્ણ તાજ તૈયાર કરવાનું ખૂબ જ પડકારજનક કાર્ય હતું. જે મેં ખૂબ સારી રીતે મેનેજ કર્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને પગલે વડોદરામાં તડામાર તૈયારી, રાજવી પેલેસમાં સ્પેનના PM સાથે શાહી ભોજન લેશે

આ પણ વાંચો: વડોદરામાં સગીરા પર સાવકા પિતાએ બે વાર દુષ્કર્મ આચર્યું, બદનામી થશે કહી પોલીસે ફરિયાદ ન નોંધી

આ પણ વાંચો: વડોદરામાં યુવકે સાપને સીપીઆર આપી જીવ બચાવ્યો