અકસ્માત/ સુરેન્દ્રનગરમાં ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાતા ત્રણ યુવાનના મોત

સુરેન્દ્રનગરમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે.મુળી સરા રોડ પર ડમ્પર અને કાર વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો.

Top Stories Gujarat Others
  • સુરેન્દ્રનગર:મુળી સરા રોડ પર અકસ્માતમાં ત્રણના મોત
  • ડમ્પર અને કાર વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો 
  • કોલસો ભરેલા ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો

Surendranagar News: સુરેન્દ્રનગરમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે.મુળી સરા રોડ પર ડમ્પર અને કાર વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો.કોલસો ભરેલા ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે. જયારે અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકી નાશી છૂટયો હતો. ત્યારે અકસ્માતના બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જયારે મૃતકો મોરબી જીલ્લાના હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

 મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના મુળી-સરા રોડ પર સરલા નજીક કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતા ભયાનક અકસ્માતની દુર્ઘટના સર્જાઈ છે, આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. ત્રણેય મૃતદેહોને નજીકની હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા છે.

હાલ તમામ મૃતકોની ઓળખ થઈ નથી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો. અકસ્માતની ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જામ થયો હતો. હાલ આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ

આ પણ વાંચો:વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને કર્યો આપઘાતનો પ્રયાસ

આ પણ વાંચો:ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવ સિદ્ધિ

આ પણ વાંચો:PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા