Student Beaten/ સુરતમાં આચાર્યએ વિદ્યાર્થીને માર મારતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, વાલીઓમાં રોષ

સુરતમાં શાળાના આચાર્યએ વિદ્યાર્થીને એટલો માર માર્યો હતો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આ ઘટના સુરતના કામરેજ શાળાની છે. સુરતની કામરેજ વિસ્તારમાં આવેલી સ્કૂલના આચાર્યની દાદાગીરી જેવી વરવી વર્તણૂકનો ભોગ માસૂમ વિદ્યાર્થી બન્યો છે.

Top Stories Gujarat Surat

સુરતઃ સુરતમાં શાળાના આચાર્યએ વિદ્યાર્થીને એટલો માર માર્યો હતો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આ ઘટના સુરતના કામરેજ શાળાની છે. સુરતની કામરેજ વિસ્તારમાં આવેલી સ્કૂલના આચાર્યની દાદાગીરી જેવી વરવી વર્તણૂકનો ભોગ માસૂમ વિદ્યાર્થી બન્યો છે. તેને આચાર્યએ મારેલા મારના લીધે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે.

સુરતાના કામરેજના હલધરુમાં આવેલી ક્રિષ્ના સ્કૂલમાં બનેલી ઘટનામાં આચાર્ય રીતસરના કંસની ભૂમિકામાં આવી ગયા હોય તેમ ત્રીજા ધોરણના વિદ્યાર્થીને માર માર્યો હતો. આઇ કાર્ડ પહેરીને ન આવતા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. આ બનાવના પગલે વાલીઓ મોટી સંખ્યામાં શાળાએ પહોંચી ગયા છે. તેની સાથે શાળાની સામે હોબાળો મચાવ્યો છે. તેઓએ શાળાના ટ્રસ્ટીઓ સમક્ષ માંગ કરી છે કે શાળાના આચાર્ય સામે કાર્યવાહી કરવામાં આવે.

શાળાના આચાર્યની આ વરવી હરકતથી સ્કૂલના વાલીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. દરેકના સંતાન આ સ્કૂલમાં ભણતા હોવાથી શાળાના આચાર્યના  આ પગલાંના લીધે સ્કૂલના બધા વાલીઓમાં નારાજગી છે.  તેઓએ આચાર્ય સામે કામરેજ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે. તેઓએ આચાર્યની હકાલપટ્ટીની માંગ કરી છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ