અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. 22 જાન્યુઆરીના દિવસે પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય સમારોહને લઈને અયોધ્યા ઉપરાંત દેશભરમાં રામભક્તિની લહેર જોવા મળી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠાના ઉદ્ઘાટન પહેલા કરાતી ધાર્મિક પૂજન વિધિની 16 જાન્યુઆરીના રોજથી શરૂઆત થઈ ગઈ છે. આ પૂજનવિધિના ક્રમમાં આજે રામલલા મંદિરમાં પ્રવેશ કરશે. જળયાત્રા, તીર્થયાત્રા, બ્રાહ્મણ-બટુક-કુમારી-સુવાસિની પૂજા, વર્ધિની પૂજન અને કલશયાત્રા બાદ આજે પ્રસાદ સંકુલમાં ભગવાન રામલલાની મૂર્તિના દર્શન કરવામાં આવશે.
રામલલાનો મંદિરમાં પ્રવેશ
આજે 17 જાન્યુઆરીના રોજ રામલલાની મૂર્તિને મંદિરમાં ગર્ભગૃહમાં પ્રવેશ કરાતા પહેલા રામજન્મભૂમિ પરિસરનું ભ્રમણ કરાવામાં આવશે. દરમ્યાન ગર્ભગૃહમાં યજ્ઞ અને હવન કરી શુદ્ધિકરણ કરવામાં આવ્યાના બીજા દિવસે એટલે કે કાલે મૂર્તિનો ગર્ભગૃહમાં પ્રવેશ કરવામાં આવશે.
શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ આજે રામલલાનો મંદિરમાં પ્રવેશ થશે. અને પરિસરમાં ભ્રમણ બાદ 18 જાન્યુઆરીના દિવસે રામલલાનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાશે. આ દિવસે કરાતી પૂજન વિધિમાં મૂર્તિ અધિવાસ વિધિ શરૂ થશે. સવારે અને સાંજે બંને સમય જલાધિવાસ કરાશે. બાદમાં સુગંધિ અને ગંધાધિ વાસ થશે. ત્યારબાદ 19 જાન્યુઆરીના દિવસે ફળ અધિવાસ અને ધાન્ય અધિવાસ થશે. તેમજ 20 જાન્યુઆરીના રોજ શર્કરા, મિષ્ટાન, મધુ અધિવાસ, ઔષધિ અને શય્યા અધિવાસ થશે. 22 જાન્યુઆરીએ ચતુર્વેદ યજ્ઞ થશે.
મુખ્ય યજમાને કરી ધાર્મિક વિધિ
વૈદિક વિદ્વાન આચાર્ય શ્રી ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે જણાવ્યું કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના મુખ્ય યજમાન અનિલ મિશ્રા છે. તેમણે સાંગોપાંગમાં બધી તપસ્યા કરી અને સરયૂ નદીમાં સ્નાન કર્યું. વિષ્ણુની પૂજા કર્યા પછી, પંચગવ્ય અને ઘી ટેબલ પર અર્પણ કરો અને પંચગવ્યપ્રાશન કરો. મુખ્ય યજમાન તરીકે અનિલ મિશ્રાએ 16 જાન્યુઆરીના રોજ પ્રાયશ્ચિત પૂજા અને કર્મકૂટી પૂજા કરી હતી. મંડપમાં વાલ્મીકી રામાયણ અને ભૂશૂણ્ડિરામાયણના પાઠનું વાંચન પણ કરવામાં આવ્યું હતું.
500 વર્ષ પછી રામલલા પોતાના મંદિરમાં વિરાજમાન થશે. અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય સમારોહને લઈને પોલીસ ખાસ પોશાકમાં સજ્જ હશે. દેશમાં 22 જાન્યુઆરીના દિવસને લઈને ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:વડોદરા/PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા
આ પણ વાંચો:ayodhya ram mandir/‘છોટી કાશી’ હાલારનું હીર અયોધ્યામાં પાથરશે પોતાની કલાના ઓજશ