ICC World Cup 2023/ વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડે કરી ટીમની જાહેરાત, હેરી બ્રુક-જોફ્રા આર્ચરને સ્થાન ન મળ્યું

જોસ બટલરના નેતૃત્વમાં કુલ 15 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ODI વર્લ્ડ કપ માટે પરત ફર્યો છે. તેણે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી

Top Stories Sports
2 1 9 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડે કરી ટીમની જાહેરાત, હેરી બ્રુક-જોફ્રા આર્ચરને સ્થાન ન મળ્યું

ઈંગ્લેન્ડે ભારતમાં યોજાનારા ODI વર્લ્ડ કપ 2023 માટે તેની કામચલાઉ ટીમની જાહેરાત કરી છે. જોસ બટલરના નેતૃત્વમાં કુલ 15 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ODI વર્લ્ડ કપ માટે પરત ફર્યો છે. તેણે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ આ ચેમ્પિયન ખેલાડી તેની નિવૃત્તિ તોડીને ફરી એકવાર દેશને વિશ્વ ચેમ્પિયન બનાવવા માટે મેદાનમાં ઉતરશે.સ્ટાર બેટ્સમેન હેરી બ્રુક અને ઝડપી બોલર જોફ્રા આર્ચરને ODI વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડની કામચલાઉ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ઈંગ્લેન્ડે અનકેપ્ડ ફાસ્ટ બોલર ગુસ એટકિન્સનનો ટીમમાં સમાવેશ કર્યો છે, એક એવું નામ જેણે તમામ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઈંગ્લેન્ડ ODI વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ઈંગ્લેન્ડે વર્ષ 2019માં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું.

 

 

 

ઈંગ્લેન્ડના પસંદગીકાર લ્યુક રાઈટએ પુષ્ટિ કરી છે કે કિવિઓ સામે ટક્કર માટે આ જ 15 ખેલાડીઓને અસ્થાયી વર્લ્ડ કપ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે 4 મેચની T20 અને તેટલી જ ODI શ્રેણી રમવાની છે. આ બંને શ્રેણી 30 ઓગસ્ટથી શરૂ થશે, જે 15 સપ્ટેમ્બર સુધી ચાલશે.જોસ બટલર (સી), ડેવિડ મલાન, જેસન રોય, બેન સ્ટોક્સ, જો રૂટ, મોઈન અલી, જોની બેરસ્ટો, સેમ કુરાન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ વિલી, આદિલ રશીદ, રીસ ટોપલી, માર્ક વુડ, ક્રિસ વોક્સ, ગસ એટકિન્સન