Not Set/ ધોરાજી  : ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ….

રાજકોટના ધોરાજીમાં દિનપ્રતિદિન વધી રહેલા બેફામ વાહન ચાલકો અને તેમના દ્વારા નિયમોને કોરાણે મૂકી વાહન ચલાવતા વાહનચાલકો સામે ધોરાજી  પોલીસે લાલ આંખ કરી છે.  પોલીસ ઇન્સપેક્ટર વિજય જોશી  અને  ટ્રાફિક બ્રાન્ચના સુરેશ પટેલ,  પી. એસ. આઈ. વસાવા અને સ્ટાફ દ્વારા ખાસ ટ્રાફિક ઝુંબેશ હેઠળ ત્રણ દરવાજા, આઝાદ ચોક, ગેલેક્સી ચોક વિસ્તારમાં ટ્રિપલ સવારી, લાઇસન્સ અને […]

Top Stories Rajkot Gujarat
rajkot 2 ધોરાજી  : ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ....

રાજકોટના ધોરાજીમાં દિનપ્રતિદિન વધી રહેલા બેફામ વાહન ચાલકો અને તેમના દ્વારા નિયમોને કોરાણે મૂકી વાહન ચલાવતા વાહનચાલકો સામે ધોરાજી  પોલીસે લાલ આંખ કરી છે.  પોલીસ ઇન્સપેક્ટર વિજય જોશી  અને  ટ્રાફિક બ્રાન્ચના સુરેશ પટેલ,  પી. એસ. આઈ. વસાવા અને સ્ટાફ દ્વારા ખાસ ટ્રાફિક ઝુંબેશ હેઠળ ત્રણ દરવાજા, આઝાદ ચોક, ગેલેક્સી ચોક વિસ્તારમાં ટ્રિપલ સવારી, લાઇસન્સ અને કાગળો વિના ફરતા વાહનચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરી હતી.  સાથે સાથે 11 વાહનોને 207 મુજબ ડિટેઇન કરાયા હતા. ઉપરાંત 3000 જેવો અન્ય હાજર દંડ વસુલવામાં આવ્યો હતો.
ધોરાજી પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરનારા ચાલકો પર પોલીસે સખત કાર્યવાહી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.