Not Set/ મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આપનાર NIAની કોર્ટના જજે ગણતરીના કલાકોમાં આપ્યું “રાજીનામું”

હૈદરાબાદ, ૧૮ મે, ૨૦૦૭ના રોજ હૈદરાબાદની ઐતિહાસિક મક્કા મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં સોમવારે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન આ કેસમાં આરોપી સ્વામી અસીમાનંદ સહિત તમામ ૧૧ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટના ચુકાદાના આપ્યાને હજી ગણતરીના કલાકો થયા છે ત્યારે NIAની સ્પેશિયલ કોર્ટના જજ રવિન્દર રેડ્ડીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. Special NIA […]

Top Stories
gffffhj મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આપનાર NIAની કોર્ટના જજે ગણતરીના કલાકોમાં આપ્યું "રાજીનામું"

હૈદરાબાદ,

૧૮ મે, ૨૦૦૭ના રોજ હૈદરાબાદની ઐતિહાસિક મક્કા મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં સોમવારે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન આ કેસમાં આરોપી સ્વામી અસીમાનંદ સહિત તમામ ૧૧ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટના ચુકાદાના આપ્યાને હજી ગણતરીના કલાકો થયા છે ત્યારે NIAની સ્પેશિયલ કોર્ટના જજ રવિન્દર રેડ્ડીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

NIAની કોર્ટના જજ રવિન્દર રેડ્ડીએ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. પ્રાપ્ત જાણકારી મુજબ, તેઓએ વ્યક્તિગત કારણોના કારણે રાજીનામું આપી હોવાનું જણાઈ રહ્યું છે અને ત્યારબાદ તેઓ એક લાંબી છુટ્ટી પર જતા રહ્યા છે.

બીજી બાજુ આ માહિતીને લઇ તમામ હેરાન પરેશાન જણાઈ રહ્યા છે અને આ રાજીનામું આપવા અંગે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. નોધનીય છે કે, NIA કોર્ટ દ્વારા ૧૧ વર્ષ જુના કેસમાં ચુકાદો આપતા આરોપીઓ સામે પૂરતા પુરાવાઓ ન હોવાના કારણે નિર્દોષ જાહેર કર્યા હતા.

મહત્વનું છે કે,  હૈદરાબાદની પ્રસિદ્ધ ઈબાદતગાહ મક્કા મસ્જીદમાં થયેલા બ્લાસ્ટમાં ૯ લોકોના મોત થયા હતા અને ૫૮ લોકો ઘાયલ પણ થયા હતા. ત્યારબાદ આ મામલે પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવી હતી અને આ ફાયરિંગમાં કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

આ મામલામાં સ્વામી અસીમાનંદ સમેત ૧૧ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા અને ૨૦૦૭માં થયેલા બ્લાસ્ટમાં સ્થાનીય પોલીસે શરૂઆતી તપાસ કરી હતી. ત્યાર બાદ આ મામલો સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો હતો.

CBIની તપાસમાં હિંદુવાદી સંગઠન અભિનવ ભારતનું નામ સામે આવ્યું હતું અને જેમાં આરોપી દેવેન્દ્ર ગુપ્તા, સ્વામી અસીમાનંદ ઉર્ફ નબા કુમાર સરકાર, ભારત મોહનલાલ રત્નેશ્વર, લોકેશ શર્મા અને રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.