Not Set/ સુરત દુષ્કર્મ બાદ હત્યા મામલો : ભાજપના ધારાસભ્યે પો. કમિશનરને આવેદનપત્ર, કોંગ્રેસે કાઢી રેલી

સુરત, પાંડેસરા જીઆવ બુડીયા રોડ પર કોઇ અજાણ્યા શખ્સો બાળકીને ફેકી જતા રહ્યા હતા. જેની જાણ આજુબાજુમાં રહેતા લોકોને થતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બાળકી એક ઝાડીમાં ફેંકી દેવામાં આવિ હતી. બાળકી સાથે દુષ્કર્મ કર્યા પછીતેની હત્યા કરવામાં આવી હતી મામલે ભાજપના ધારાસભ્યે પો. કમિશનરને આવેદનપત્ર સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગઈ છટ્ઠી એપ્રિલે મળેલી એક 11 […]

Gujarat
dd સુરત દુષ્કર્મ બાદ હત્યા મામલો : ભાજપના ધારાસભ્યે પો. કમિશનરને આવેદનપત્ર, કોંગ્રેસે કાઢી રેલી

સુરત,

પાંડેસરા જીઆવ બુડીયા રોડ પર કોઇ અજાણ્યા શખ્સો બાળકીને ફેકી જતા રહ્યા હતા. જેની જાણ આજુબાજુમાં રહેતા લોકોને થતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બાળકી એક ઝાડીમાં ફેંકી દેવામાં આવિ હતી. બાળકી સાથે દુષ્કર્મ કર્યા પછીતેની હત્યા કરવામાં આવી હતી મામલે ભાજપના ધારાસભ્યે પો. કમિશનરને આવેદનપત્ર

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગઈ છટ્ઠી એપ્રિલે મળેલી એક 11 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરેલી લાશને મામલે સોમવારે ભાજપના ધારાસભ્ય સંગીતા પાટિલે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યુ હતુ. લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટિલે આવેદનપત્ર આપીને પોલીસને આ મામલે યોગ્ય તપાસ કરવાની ભારપૂર્વકની માંગણી કરી હતી અને આવેદનપત્રમાં જરૂર પડે તો સીબીઆઈ પાસે તપાસ કરાવવાની પણ માંગણી કરવામાં આવી હતી.

ભાજપના મહિલા ધારાસભ્ય સંગીતા પાટિલે આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી હતી અને તાત્કાલિક બાળકીની ઓળખ થાય તેમજ આરોપીઓને પકડીને કડકમાં કડક સજા કરાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.

dd 1 સુરત દુષ્કર્મ બાદ હત્યા મામલો : ભાજપના ધારાસભ્યે પો. કમિશનરને આવેદનપત્ર, કોંગ્રેસે કાઢી રેલી

ત્યારે કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામથી કલેકટર કચેરી અઠવાલાઈન્સ સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને નિર્દોષના મોતના ન્યાયની માંગ કરવામાં આવી હતી.