બુધવારે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની મળેલી બેઠકમાં અનેક પ્રજા કાર્યોને બહાલી આપી મંજૂરીની મોહર મારવામાં આવી. સ્ટેન્ડિંગ કમિટીએ શહેરના વિકાસ માટે રૂ. 30.29 કરોડની રકમને મંજૂરી આપી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, આજી નદીમાં જલકુંભી દૂર કરવા રૂ. 2.18 કરોડના ખર્ચે મશીનની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં નવા ભળેલા ગામમાં રોશની શાખા દ્વારા સ્ટ્રીટલાઈટ નાખવામાં આવશે. અનેક વિધ કામો માટે ફાળવવામાં આવેલ નાણાં મારફતે શહેરની પ્રજાની સુખાકારીમાં ઉત્તરોઉત્તર વધારો થશે.
જુઓ આ ખાસ વીડિયો અહેવાલ – રાજકોટ મનપાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક