બિહારમાં એનડીએનો ભવ્ય વિજય થયો છે. નીતિશ કુમારની આગેવાની હેઠળ એનડીએ બહુમતીનો આંકડો પાર કરી ગયો છે. નીતિશ કુમાર ચોથી વખત મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે. બિહારની જીત સાથે જેડીયુ અને ભાજપમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. બિહારથી દિલ્હી સુધી ઉજવણી યોજાઇ રહી છે. આ વચ્ચે દલાઈ લામાએ પણ નીતીશ કુમારને આ વિજય માટે અભિનંદન પાઠવ્યા છે.
તિબેટનાં ધાર્મિક નેતા દલાઈ લામાએ નીતીશ કુમાર અને તેમના ગઠબંધનને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિજય માટે અભિનંદન પાઠવ્યા છે. હું પ્રાર્થના કરીશ કે આગળનાં બધા પડકારો પૂર્ણ થાય. બિહારની જનતાની આશા પણ પૂરી થાય.
આપને જણાવી દઈએ કે, બિહારમાં એનડીએને 125 બેઠકો મળી છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી હતી. મોડી રાત્રે એનડીએ અને મહાગઠબંધન વચ્ચે લડત થઈ રહી, જેમા એનડીએનો વિજય થયો. જ્યારે અગાઉ અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે એનડીએ ખૂબ પાછળ રહેશે અને મહાગઠબંધનની સરકાર બનાવશે તેવા અનુમાન લગાવવામાં આવ્યા હતા, પરંતુ ચૂંટણીનાં પરિણામો વિપરીત સાબિત થયા. બિહારમાં વિજયથી ભાજપમાં ઉજવણીની લહેર છે.