Not Set/ સેલ્ફી પોઇન્ટ બન્યું અટલજી નું અસ્થિ કળશ સ્થળ, મંચ પર ચડી ગયા કાર્યકર્તાઓ

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી પ્રત્યે લોકોને એ હદે સમ્માન છે કે ભારતીય જનતા પાર્ટીના જુના મુખ્યાલય 11 અશોક રોડ પર રાખવામાં આવેલા પ્રોગ્રામમાં કાર્યકર્તાઓ વાજપેયીના ફોટો સાથે સેલ્ફી લેવા લાગ્યા હતા. પ્રોગ્રામ ખતમ થયા બાદ કાર્યકર્તાઓ મંચ પર ચડી ગયા અને ફોટો સાથે સેલ્ફી લેવા લાગ્યા હતા. જણાવી દઈએ કે ભાજપના જુના કાર્યાલયમાં પાર્ટી […]

Top Stories India
સેલ્ફી પોઇન્ટ બન્યું અટલજી નું અસ્થિ કળશ સ્થળ, મંચ પર ચડી ગયા કાર્યકર્તાઓ

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી પ્રત્યે લોકોને એ હદે સમ્માન છે કે ભારતીય જનતા પાર્ટીના જુના મુખ્યાલય 11 અશોક રોડ પર રાખવામાં આવેલા પ્રોગ્રામમાં કાર્યકર્તાઓ વાજપેયીના ફોટો સાથે સેલ્ફી લેવા લાગ્યા હતા. પ્રોગ્રામ ખતમ થયા બાદ કાર્યકર્તાઓ મંચ પર ચડી ગયા અને ફોટો સાથે સેલ્ફી લેવા લાગ્યા હતા.

જણાવી દઈએ કે ભાજપના જુના કાર્યાલયમાં પાર્ટી તરફથી એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આમાં દેશભરના ભાજપ સ્ટેટ પ્રેસિડેન્ટને બોલાવવામાં આવ્યા હતા. અને એમને અટલ બિહારી વાજપેયીના અસ્થિ કળશ સોંપવામાં આવ્યા હતા. પીએમ મોદી અને અમિત શાહે એમને અસ્થિ કળશ સોંપ્યા હતા.

capture 2 1534915717 e1534922317915 સેલ્ફી પોઇન્ટ બન્યું અટલજી નું અસ્થિ કળશ સ્થળ, મંચ પર ચડી ગયા કાર્યકર્તાઓ

બધા પ્રદેશ અધ્યક્ષ પોતાના રાજ્યમાં અસ્થિ કળશ લઈને જશે. ત્યારબાદ આખા રાજ્યમાં અસ્થિ કળશ યાત્રા કાઢવામાં આવશે. રાજધાનીથી લઈને તાલુકા સુધી અટલ કળશ યાત્રા અને શોક સભાનું આયોજન કરવામાં આવશે.

આ મોકા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ અને અટલ બિહારી વાજપેયીની પુત્રી નમિતા અને જમાઈ રંજન ભટ્ટાચાર્ય અને ભાણેજ અનુ મિશ્રા હાજર હતા.

276860 atal kalash 2 e1534922338298 સેલ્ફી પોઇન્ટ બન્યું અટલજી નું અસ્થિ કળશ સ્થળ, મંચ પર ચડી ગયા કાર્યકર્તાઓ

મહત્વનું છે કે આ પહેલા પણ ભાજપ તરફથી સર્વદળીય શ્રદ્ધાંજલિ સભા ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં કરવામાં આવી હતી. ત્યાં પણ તમામ પાર્ટીના નેતાઓ પહોંચ્યા હતા. એમણે વાજપેયીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે વાજપેયી એક પાર્ટીના નહિ પરંતુ આખા દેશના નેતા હતા.

19 ઓગસ્ટે ઉત્તરાખંડના હરિદ્વારમાં અટલ બિહારી વાજપેયીની અસ્થિઓને વિસર્જિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહીત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા.