Not Set/ કોંગ્રેસે છેક છેલ્લી ઘડીએ 77 ઉમેદવારોની લીસ્ટ જાહેર કર્યું.

અમદાવાદ, આવનાર ચૂંટણીને લઇને કોંગ્રેસ બાકી રહેલા 17 ઉમેદવારોના નામોની પણ જાહેરાત કરી દીધી હતી. જેમાં અમદાવાદ શહેરની બાપુનગર બેઠક પર વિરોધ છતાં પૂર્વ મેયર હિમ્મતસિંહ પટેલને ટિકીટ આપી છે. આ પહેલા હિમ્મતસિંહ પટેલ આજ બેઠક પરથી બે વાર વિધાનસભાની ચૂંટણી હારી ચુક્યા છે અને એક વાર લોકસભાની અમદાવાદ પૂર્વની બેઠક પરથી પણ પરાજિત થઇ ચુક્યા છે તેથી સ્થાનીક […]

Top Stories
Congress12 કોંગ્રેસે છેક છેલ્લી ઘડીએ 77 ઉમેદવારોની લીસ્ટ જાહેર કર્યું.

અમદાવાદ,

આવનાર ચૂંટણીને લઇને કોંગ્રેસ બાકી રહેલા 17 ઉમેદવારોના નામોની પણ જાહેરાત કરી દીધી હતી. જેમાં અમદાવાદ શહેરની બાપુનગર બેઠક પર વિરોધ છતાં પૂર્વ મેયર હિમ્મતસિંહ પટેલને ટિકીટ આપી છે. આ પહેલા હિમ્મતસિંહ પટેલ આજ બેઠક પરથી બે વાર વિધાનસભાની ચૂંટણી હારી ચુક્યા છે અને એક વાર લોકસભાની અમદાવાદ પૂર્વની બેઠક પરથી પણ પરાજિત થઇ ચુક્યા છે તેથી સ્થાનીક કાર્યકરોએ તેમને ઉમેદવાર બનાવવાનો વિરોધ કર્યો હતો છતાં કોંગ્રેસે તેમને જ રિપીટ કર્યા છે.

DPlPJ22V4AAWh0q કોંગ્રેસે છેક છેલ્લી ઘડીએ 77 ઉમેદવારોની લીસ્ટ જાહેર કર્યું.

અમદાવાદની વેજલપુરની સીટ પરથી મીહીર શાહ અને એલિસબ્રીજની બેઠક પરથી વિજય દવેને ટીકીટ આપવામાં આવી છે.

આવી જ રીતે કોંગ્રેસે પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પર પણ વિરોધને અવગણીને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય કોંગ્રેસે બનાસકાંઠા જિલ્લાની થરાદ વિધાનસભા બેઠક પર ડી. ડી. રાજપૂત, પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠક પર રઘુ દેસાઇ, અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પરથી લાખા ભરવાડને ટીકીટ આપી છે.

DPlPK6lVQAEA299 કોંગ્રેસે છેક છેલ્લી ઘડીએ 77 ઉમેદવારોની લીસ્ટ જાહેર કર્યું.

ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી સી. જે. ચાવડા અને અમદાવાદ શહેરની અસારવા બેઠક પર કનુભાઇ મકવાણાના નામની જાહેરાત કરી છે.