Not Set/ લોકસભા ચુંટણી 2019 : ક્રિકેટથી રાજનીતિમાં આવેલા ગૌતમ ગંભીર પર નોંધાઇ ફરીયાદ, જાણો કારણ

નવી દિલ્હી, ક્રિકેટ જગતમાં પોતાનું દમદાર પ્રદર્શન બતાવ્યા બાદ રાજકારણમાં જંપ લાવનાર બીજેપી ઉમેદવાર ગૌતમ ગંભીર પર આમ આદમી પાર્ટીનાં નેતાએ એક આરોપ લગાવ્યો છે. આપ પાર્ટીનું કહેવુ છે કે ગૌતમ ગંભીર પાસે બે ઇલેક્શન કાર્ડ છે. જેને લઇને તેના પર પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે. My appeal to the citizens of East Delhi Lok […]

Top Stories India Politics
Gautam4553. લોકસભા ચુંટણી 2019 : ક્રિકેટથી રાજનીતિમાં આવેલા ગૌતમ ગંભીર પર નોંધાઇ ફરીયાદ, જાણો કારણ

નવી દિલ્હી,

ક્રિકેટ જગતમાં પોતાનું દમદાર પ્રદર્શન બતાવ્યા બાદ રાજકારણમાં જંપ લાવનાર બીજેપી ઉમેદવાર ગૌતમ ગંભીર પર આમ આદમી પાર્ટીનાં નેતાએ એક આરોપ લગાવ્યો છે. આપ પાર્ટીનું કહેવુ છે કે ગૌતમ ગંભીર પાસે બે ઇલેક્શન કાર્ડ છે. જેને લઇને તેના પર પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે.

ગૌતમ ગંભીર પર આરોપ માંડનાર અને પોલીસ ફરીયાદ નોંધાવનાર આમ આદમી પાર્ટીનાં નેતા અતિશી મર્લેના છે. આ મામલે આપ નેતાએ એક પ્રેસ કોન્ફરંસ કરી સમગ્ર મામલો ઉચકાવ્યો હતો. આ પ્રેસ કોન્ફરંસમાં તેમણે દાવો કરતા કહ્યુ કે, ગૌતમ ગંભીર પાસે બે અલગ ક્ષેત્રનાં ઇલેક્શન કાર્ડ છે. તેમની પાસે કરોલ બાગ અને રાજેન્દ્ર નગર એમ બે ક્ષેત્રનાં ઇલેક્શન કાર્ડ છે. તેમણે કહ્યુ કે, નોમિનેશન ફાઇલ કરતી ક્ષણે રિટર્નિંગ ઓફિસરને આપેલા સોંગદનામામાં ગંભીરે આ વાતને છુપાવી કે તેમની પાસે બે ક્ષેત્રનાં ઇલેક્શન કાર્ડ છે.