Not Set/ રાજયની CBSE કે અન્ય બોર્ડની શાળાઓ માટે નવરાત્રી વેકેશનનો નિર્ણય મરજિયાત

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની શાળાઓ અને કોલેજોમાં નવરાત્રી વેકેશનની જાહેરાત કરવામાં આવ્યું છે, જેના કારણે CBSE અને અન્ય બોર્ડની શાળાઓના સંચાલકો દ્વારા આ વેકેશનનો અમલ કરવામાં આનાકાની કરવામાં આવતી હતી. જેથી સીબીએસઈ અને અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ અને વાલીઓ અવઢવમાં હતા. જેના કારણે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શનિવારે સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સ્પષ્ટતા […]

Ahmedabad Top Stories Rajkot Gujarat Surat Vadodara Others Trending
Schools affiliated with CBSE and other board may take decision of navratri/diwali vacation on their own

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની શાળાઓ અને કોલેજોમાં નવરાત્રી વેકેશનની જાહેરાત કરવામાં આવ્યું છે, જેના કારણે CBSE અને અન્ય બોર્ડની શાળાઓના સંચાલકો દ્વારા આ વેકેશનનો અમલ કરવામાં આનાકાની કરવામાં આવતી હતી. જેથી સીબીએસઈ અને અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ અને વાલીઓ અવઢવમાં હતા.

જેના કારણે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શનિવારે સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સ્પષ્ટતા મુજબ નવરાત્રી વેકેશન સીબીએસઈ અને અન્ય બોર્ડની શાળાઓ માટે મરજિયાત છે. તેઓ તેમની સવલત અનુસાર શાળામાં નવરાત્રી અને દિવાળી વેકેશન અંગેનો નિર્ણય કરી શકશે.

નવરાત્રી વેકેશન અંગે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી મહત્વની સ્પષ્ટતા

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ૧૦મી ઓકટોબર થી તા. ૧૭મી ઓકટોબર-૨૦૧૮ દરમિયાન નવરાત્રી વેકેશન અંગે શિક્ષણ વિભાગે સી.બી.એસ.ઈ. તેમજ ગુજરાત રાજય સિવાયના CBSE કે અન્ય બોર્ડ હસ્તકની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન અંગે મહત્વની સ્પષ્ટતા કરી છે.

શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજયમાં આવેલી સી.બી.એસ.ઈ. તેમજ ગુજરાત રાજય સિવાયના અન્ય બોર્ડ હસ્તકની પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓ માટે તા.૧૦ ઓકટોબર-૨૦૧૮ થી તા. ૧૭ ઓકટોબર-૨૦૧૮ દરમિયાન નવરાત્રી વેકેશન અને તા.પાંચમી નવેમ્બર-૨૦૧૮થી તા.૧૮મી નવેમ્બર-૨૦૧૮ દરમિયાન દિવાળી વેકેશન રાખવા અંગેની અગાઉની શિક્ષણ વિભાગની સૂચનાઓનો અમલ કરવો મરજિયાત છે. એટલે કે, આવી શાળાઓ તેમની સવલત અનુસાર નવરાત્રી/દિવાળી વેકેશન રાખી શકશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને આ અંગેની સૂચનાઓનો રાજયવ્યાપી અમલ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.