ગણેશ ચતુર્થી/ અહીં પોલીસ ગ્રાઉન્ડમાં ગણેશજીને અપાય છે ગાર્ડ ઓફ ઓનર, જાણો કેમ ..?

ભુજમાં વિઘ્નહર્તાને અનોખી રીતે આવકાર અપાયો છે.ભુજના પોલીસ હેડ ક્વાર્ટરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીનું સ્થાપન કર્યા બાદ પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી દુંદાળાદેવને આવકાર આપ્યો છે.

Trending Dharma & Bhakti Navratri 2022
ગણેશજીનું સન્માન

આજે દેશભરમાં ગણેશ ઉત્સવની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભુજના પોલીસ ગ્રાઉન્ડમાં અનોખી રીતે ગણેશજીનું સન્માન કરવામાં આવ્યું છે. દેવાધિદેવ મહાદેવના સુપુત્ર ગણેશજીને વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા છે. ભુજમાં વિઘ્નહર્તાને અનોખી રીતે આવકાર અપાયો છે.ભુજના પોલીસ હેડ ક્વાર્ટરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીનું સ્થાપન કર્યા બાદ પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી દુંદાળાદેવને આવકાર આપ્યો છે.

jio next 2 અહીં પોલીસ ગ્રાઉન્ડમાં ગણેશજીને અપાય છે ગાર્ડ ઓફ ઓનર, જાણો કેમ ..?

સમગ્ર ગુજરાતમાં એક માત્ર કચ્છમાં જ ગણેશજીની મૂર્તિને ગાર્ડ ઓફ ઓનર અપાય છે. છેલ્લા 76 વર્ષથી ભુજના પોલીસ હેડક્વાર્ટરમાં ગજાનંદની સ્થાપના કરાય છે. સ્થાપના બાદ પોલીસ જવાનો દ્વારા વિઘ્નહર્તાને ગાર્ડઓફ ઓનર આપી સેલ્યુટ કરાય છે. અને ગણેશજીનું સન્માન કરે છે. આ વર્ષો જૂની પરંપરા મુજબ 10 દિવસ હેડક્વાર્ટરમાં ગણેશજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. આની કહાની કઈક એવીછે કે વર્ષો પહેલા ભુજ શહેરમાં મહારાષ્ટ્રના પોલીસ જવાનો ભરતી થયા હતા અને ત્યારથી તેઓએ આ ગાર્ડ ઓફ ઓનરની પ્રથા ભુજ હેડક્વાર્ટર ખાતે ચાલુ કરી હતી. તેમનું માનવું હતું કે ગાર્ડ ઓફ ઓનરથી મોટો કોઈ આવકાર નથી અને એટલેજ સ્થાપના બાદ પોલીસ જવાનો દ્વારા વિઘ્નહર્તાને ગાડ ઓફ ઓનર આપી સેલ્યુટ કરાય છે. આ પરંપરા મુજબ આજે પણ સ્થાપન બાદ ગાર્ડ ઓફ ઓનર અપાયો હતો આ ક્ષણ અદભુત માનવામાં આવે છે.

સુરત / 600 કરોડના ગણેશજીની સ્થાપના કરશે આ હીરાના વેપારી, જાણો શું છે ખાસિયત

ગણેશ ચતુર્થી / વિઘ્નહર્તા ગણેશજીનો ઉત્સવ વિઘ્નરૂપ ન બને તો સારું.

ગણપતિ ઉત્સવ / અઢીસો વર્ષ જુના ગણપતિના ઐતિહાસિક મંદિરની જાણો વિશેષતા