Not Set/ ઓસ્ટ્રેલિયા પહોચતા જ કેપ્ટન કોહલીએ આ ખેલાડીને બતાવ્યો ચેમ્પિયન

 નવી દિલ્હી, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના કપરા પ્રવાસ દરમિયાન ૩ ટી-૨૦, ૪ ટેસ્ટ મેચ અને ૩ વન-ડે મેચની શ્રેણી રમવાનું છે, ત્યારે આ પહેલા કેપ્ટન વિરાટ કોહલી સહિત પૂરી ટીમ ઓસ્ટ્રેલિયા પહોચી ચૂકી છે. આ દરમિયાન કેપ્ટન કોહલીએ સોશિયલ મીડિયામાં પોતાની ટીમના એક ખાસ ખેલાડી સાથે એક ફોટો શેર કર્યો છે. વિરાટ કોહલીનો આ ખાસ ખેલાડી […]

Trending Sports
fzI2CY7 ઓસ્ટ્રેલિયા પહોચતા જ કેપ્ટન કોહલીએ આ ખેલાડીને બતાવ્યો ચેમ્પિયન

 નવી દિલ્હી,

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના કપરા પ્રવાસ દરમિયાન ૩ ટી-૨૦, ૪ ટેસ્ટ મેચ અને ૩ વન-ડે મેચની શ્રેણી રમવાનું છે, ત્યારે આ પહેલા કેપ્ટન વિરાટ કોહલી સહિત પૂરી ટીમ ઓસ્ટ્રેલિયા પહોચી ચૂકી છે.

આ દરમિયાન કેપ્ટન કોહલીએ સોશિયલ મીડિયામાં પોતાની ટીમના એક ખાસ ખેલાડી સાથે એક ફોટો શેર કર્યો છે.

વિરાટ કોહલીનો આ ખાસ ખેલાડી વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંત છે. કોહલીએ પંત સાથે જ એક ફોટો શેર કર્યો છે અને તેને ચેમ્પિયન ખેલાડી બતાવ્યો છે.

વિરાટ કોહલીએ આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, “ઓસ્ટ્રેલિયામાં ફરીથી પાછા આવીને સારું લાગ્યું છે અને આગામી કેટલાક સપ્તાહમાં આ ચેમ્પિયન ખેલાડી સાથે તે પૂરી રીતે તૈયાર છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેપ્ટન વિરાટ કોહલી પોતાની ટીમના નવા અને યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધારતા આવ્યા છે.

આ પહેલા પણ તેઓએ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે શ્રેણી પહેલા ઝડપી બોલર ખલીલ અહેમદ સાથે તેમજ વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા પૃથ્વી શો સાથે પણ પોતાનો એક ફોટો શેર કર્યો હતો.