Not Set/ નોટબંધી અને જીએસટીથી ગુજરાતના ઉદ્યોગોને માઠી અસર : જીસીસીઆઈ

અમદાવાદ, વિશ્વમાં આજે જ્યારે ચારેકોર મંદીનો ઓછાયો છવાયેલો છે એવા સમયે કેન્દ્ર સરકાર દ્વારા જે નોટબંધી અને જીએસટીના વિવાદાસપદ નિર્ણય લેવાયા હતા તેનાથી ગુજરાતના ઉદ્યોગોને મરણતોલ ફટકો પડ્યો છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ જૈમીન વાસાએ જણાવ્યું કે, છેલ્લા 4 વર્ષની સરખામણીએ 2018નું વર્ષ રાજ્યના ઉદ્યોગો માટે સૌથી ગંભીર રહ્યું છે. આજે ગુજરાતના […]

Ahmedabad Top Stories Gujarat
684928 gcci gujarat chamber of commerce and industry 010918 1 નોટબંધી અને જીએસટીથી ગુજરાતના ઉદ્યોગોને માઠી અસર : જીસીસીઆઈ

અમદાવાદ,

વિશ્વમાં આજે જ્યારે ચારેકોર મંદીનો ઓછાયો છવાયેલો છે એવા સમયે કેન્દ્ર સરકાર દ્વારા જે નોટબંધી અને જીએસટીના વિવાદાસપદ નિર્ણય લેવાયા હતા તેનાથી ગુજરાતના ઉદ્યોગોને મરણતોલ ફટકો પડ્યો છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ જૈમીન વાસાએ જણાવ્યું કે, છેલ્લા 4 વર્ષની સરખામણીએ 2018નું વર્ષ રાજ્યના ઉદ્યોગો માટે સૌથી ગંભીર રહ્યું છે. આજે ગુજરાતના 80 ટકા ઉદ્યોગો મંદીની વ્યાપક અસર હેઠળ જીવી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતને ટેક્સટાઇલ્સ ઉદ્યોગનું હબ કહેવામાં આવે છે. આજે ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઉત્પાદન 25 ટકા ઘટ્યું છે. જેમ્સ જવેલરી સેક્ટરમાં સુરત અને સૌરાષ્ટ્રના ઉદ્યોગોને માઠી અસર પહોંચી છે અને વર્ષ 2017-18માં નિકાસમાં જેમ્સ-જ્વેલરીની નિકાસમાં 4.3 ટકાનો ઘટાડો થયો છે. જેની સીધી અસરથી નાણાકીય અછતને કારણે સુરત અને સૌરાષ્ટ્રના યુનિટો થશે બંધ થવાની દહેશત સર્જાઇ છે.

ગુજરાત સરકારે જે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદ્યો છે તેના કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ પર માઠી અસર થઇ છે. વડોદરા, અમદાવાદ અને રાજકોટની 2000 જેટલી પ્લાસ્ટિકની નાની ફેકટરીઓ બંધ થવાની પરિસ્થિતિમાં છે, જેને લઇને 50 હજાર લોકોની રોજગારી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. વર્ષ 2017માં રાજ્યમાં કુલ 5.38 લાખ યુવાનો બેરોજગાર હતા. જેમાંથી બે વર્ષમાં માત્ર 12,869ને જ સરકારી નોકરી મળી છે.

GSTને કારણે ગુજરાતના ઉદ્યોગોની સ્થિતી કફોડી બની

જૈમિન વાસાએ જીએસટી અંગે જણાવ્યું કે, વેપારીઓના ઈનપુટ ટેક્સનું રિફંડ હજુ પણ સળગતો સવાલ છે અને GSTને કારણે ઉદ્યોગોની નિકાસ ક્ષમતા ઘટવાથી સૌથી મોટી અસર થઇ છે. રાજ્યના ઉદ્યોગોની પ્રવર્તમાન સ્થિતિ અને તેમની સામેના પડકારોને લઇને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીએ સરકારના નિર્ણયો અને તેની ઉદ્યોગો પર પડી રહેલી દુરોગામી અસરો અંગે સરકારને સુચનો કર્યા છે.

ગુજરાતના ઉદ્યોગો માટેના પડકારો

  • પ્રોડક્ટ ચેન્જ કરતી વખતે જીપીસીબીની પરમીશન લેવાના પ્રશ્નો
  • જીએસટીનું અમલીકરણ અને તેની વિસંગતાઓ
  • વેપારીઓને પ્રોત્સાહન આપતી ગુજરાત રીટેઇલ ટ્રેડ પોલીસીની જાહેરાત થઈ નથી
  • રાજ્યની નવી ટેક્સટાઇલ્સ પોલીસીની જાહેરાત લાંબા સમયથી પડતર
  • જીઆઇડીસી દ્વારા નોન યુટીલાઇઝઇઝેશન પેનલ્ટી અને તેના પર લેવાતી વ્યાજની વસુલાત
  • રાજ્યના ઉદ્યોગ વિભાગ પાસે વિવિધ પ્રોત્સાહન યોજનાઓ અંતર્ગત એમએસએમઇ એકમોને આપવા માટે ફંડની અછત
  • નાના એકમો દ્વારા વધુ લોકોને રોજગારી આપવા માટેનું કોઇ પણ પ્રકારનું પ્રોત્સાહન ઉપલબ્ધ નથી

ગુજરાતના એકમોમાં વધતી જતી માંદગી

  • ભારતના અન્ય દેશો સાથે થયેલા કરારની ઉદ્યોગો પર નકારાત્મક અસર થઈ રહી છે, જેના પર પુનઃવિચાર જરૂરી
  • શહેરની સીમમાં ખાનગી બસો અને ભારે વાહનો પર પ્રવેશબંધીના કારણે નાના ઉદ્યોગોને થઇ રહી છે અસરો
  • ઉદ્યોગો પર પ્રોફેશનલ ટેક્સનું વધી રહ્યું છે ભારણ
  • સરકાર દ્વારા વધુ ઇથેનોલ પેટ્રોલ અને ડિઝલમાં ભેળવવાની મંજુરીનું અમલીકરણ જરૂરી

લઘુ-મધ્યમ ઉદ્યોગોની કફોડી સ્થિતી

જીસીસીઆઈ કેહવા પ્રમાણે રાજ્યમાં એમએસએમઇ ઉદ્યોગ પર રાજ્ય સરકારના ઉર્જા, ઉદ્યોગ, પાણી પુરવઠા, જમીન અને રેવેન્યુ ફાઇનાન્સ સહિત અન્ય વિભાગોના ગંભીર મુદ્દાઓનું નિરાકરણ ન આવતાં ઉદ્યોગો પર અવળી અસર થઇ રહી છે. રાજ્યમાં હજુ જોઇએ તેટલા પ્રમાણમાં માળખાકીય સવસલતો ઉપલબ્ધ નથી. રોડ અને રેલ કનેક્ટિવિટી પણ સંતોષકારક નથી.