Not Set/ જાણો એવી ડાયરી વિષે, જેણે સરકાર અને સીબીઆઈને એકબીજાની સામ-સામે લાવી દીધા

આજથી 27 વર્ષ પહેલા સીબીઆઈ એક એવી ડાયરી ને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી હતી, જેમાં એક વેપારી દ્વારા રાજનેતાઓ, અધિકારીઓ અને બીજા મોટા લોકોને આપવામાં આવેલી લાંચની વિગતો હતી. આ ડાયરીમાં રાષ્ટ્રપતિથી લઈને, એક પૂર્વ પ્રધાનમંત્રી, અધિકારીઓ અને વિપક્ષ નેતા સહીત કેટલાક સાંસદોના નામ પણ સામેલ હતા. આ ચાલાક વેપારીએ કોઈને પણ છોડ્યા નહતા. […]

Top Stories India Politics
alok 660 102418101727 જાણો એવી ડાયરી વિષે, જેણે સરકાર અને સીબીઆઈને એકબીજાની સામ-સામે લાવી દીધા

આજથી 27 વર્ષ પહેલા સીબીઆઈ એક એવી ડાયરી ને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી હતી, જેમાં એક વેપારી દ્વારા રાજનેતાઓ, અધિકારીઓ અને બીજા મોટા લોકોને આપવામાં આવેલી લાંચની વિગતો હતી. આ ડાયરીમાં રાષ્ટ્રપતિથી લઈને, એક પૂર્વ પ્રધાનમંત્રી, અધિકારીઓ અને વિપક્ષ નેતા સહીત કેટલાક સાંસદોના નામ પણ સામેલ હતા.

આ ચાલાક વેપારીએ કોઈને પણ છોડ્યા નહતા. તેણે ખુબ ઓછા રૂપિયા ખર્ચ કરીને આખા દેશની રાજનીતિક સિસ્ટમને ખરીદી લીધી હતી. એક સામયિકમાં આ રિપોર્ટ છપાયો હતો, જેણે આખા દેશમાં રાજનીતિક ભૂકંપ લાવી દીધો.

જો આ મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો સામે આવતો, તો ડાયરીમાં સામે આવેલા નેતાઓને ખુબ દુઃખ થતું. આ ડાયરીમાં કોંગ્રેસ અને જનતા દળના ઘણા  નેતાઓના નામ સામેલ હતા, જેમાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અને પૂર્વ રાષ્ટ્રપતિ ઝૈલ સિંહ હતા.

index 5 e1540548843838 જાણો એવી ડાયરી વિષે, જેણે સરકાર અને સીબીઆઈને એકબીજાની સામ-સામે લાવી દીધા

સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ જે એસ વર્માએ સીબીઆઈ ડાયરેક્ટરની નિયુક્તિ અને કાર્યકાળને નિયત કરી દીધા, જેથી તપાસ એજન્સી પર કોઈ રાજનીતિક દબાણ ન આવી શકે. પરંતુ ત્યારબાદ જે થયું, એ દર્શાવે છે કે જસ્ટિસ વર્માનો નિર્ણય કેટલો ખોટો હતો.

ડાયરેક્ટર ચૂંટવાની પ્રક્રિયામાં બદલાવ બાદ સીબીઆઈને એવી ઘણી ડાયરીઓ મળી જેમાં ઉચ્ચ પદે બેઠેલા ઘણા લોકોને લાંચ આપવાનો ઉલ્લેખ હતો. સત્તામાં બેઠેલા એવા ઘણા લોકો છે, જેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના મામલા છે. તેઓ આજે પણ આઝાદ ફરી રહ્યા છે.

જયારે કોંગ્રેસ સત્તામાં હતી, ત્યારે વિપક્ષી દળો સીબીઆઈને કોંગ્રેસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન કહેતા હતા.  જોકે,ભાજપ સત્તામાં આવ્યા બાદ પણ સંસ્થાના વ્યવહારમાં કોઈ બદલાવ આવ્યો નથી.

એજન્સીના તપાસ અધિકારીઓ પણ, રાજનીતિક આકાઓ અને વેપારીઓ સામે સેવકો જેવું વર્તન કરે છે. હકીકતમાં, આ સિસ્ટમમાં પૈસા એટલા બધા મળે છે, કે કોઈ પણ તપાસ અધિકારી સરળતાથી વેચાઈ જાય છે.

230 જાણો એવી ડાયરી વિષે, જેણે સરકાર અને સીબીઆઈને એકબીજાની સામ-સામે લાવી દીધા

 

સીબીઆઈને આઝાદ રાખવા માટે સુપ્રીમ કોર્ટે જે રસ્તો કાઢ્યો, એ પ્રર્યાપ્ત નથી. કારણ કે, સીબીઆઈ ડાયરેક્ટર અને સ્પેશિયલ ડાયરેક્ટરને નક્કી પ્રક્રિયા મુજબ જ ચૂંટવામાં આવ્યા હતા. પરંતુ એ બાદ પણ તેઓ કથિત રૂપે ભ્રષ્ટ લોકોની મદદ કરતા નજરે ચડે છે.

આથી પણ ખરાબ વાત એ છે કે, અધિકારીઓ પર એવા આરોપ લાગ્યા છે કે, તેઓ ભ્રષ્ટ લોકોને સમય પહેલા ટીપ આપી દે છે કે તેઓ દેશ છોડીને જતા રહે, જેથી કાયદો એમના સુધી ન પહોંચી શકે.

હાલ પણ સીબીઆઈ અને સરકાર વચ્ચે ઘર્ષણનું કારણ એક ડાયરી જ છે. એ ડાયરીમાં કથિત રૂપે એ તમામ મામલાઓ દર્જ છે, જેમાં રાકેશ અસ્થાનાને કથિત રૂપે લાંચ આપવામાં આવી છે.

ભારતમાં, બોફોર્સ કાંડ બાદ લોકપાલ માટે ઘણા આંદોલન થયા. પરંતુ આમાંના મોટાભાગના આંદોલન રાજનીતિથી પ્રેરિત હતા અને સત્તારૂઢ પક્ષના વિરોધમાં હતા. આશા મુજબ આ આંદોલનો બાદ પણ કોઈ નક્કર પરિણામ જોવા મળ્યું નહતું.