Not Set/ અ’વાદ: કાલુપુર વિસ્તારમાં લાંબા સમયથી પાણીની સમસ્યા, હજુ સુધી થઇ નથી હલ

અમદાવાદ, અમદાવાદના કોટ વિસ્તારમાં ઓછા પાણીના પ્રેસરના ત્યાના નાગરિકોને ખુબ જ તકલીફ વેઠવાનો વારો આવી રહ્યો છે. હવે જયારે તહેવારો નજીક આવી રહ્યા છે અને પાણીની સમસ્યાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોટ વિસ્તારમાં ઘણા સમયથી ખૂબ ઓછું પાણીનું પ્રેસર આવતા આ અંગેનું કારણ શોધવા ઇજનેરોને સૂચના આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી […]

Ahmedabad Gujarat Trending
mantavya 481 અ'વાદ: કાલુપુર વિસ્તારમાં લાંબા સમયથી પાણીની સમસ્યા, હજુ સુધી થઇ નથી હલ

અમદાવાદ,

અમદાવાદના કોટ વિસ્તારમાં ઓછા પાણીના પ્રેસરના ત્યાના નાગરિકોને ખુબ જ તકલીફ વેઠવાનો વારો આવી રહ્યો છે. હવે જયારે તહેવારો નજીક આવી રહ્યા છે અને પાણીની સમસ્યાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

કોટ વિસ્તારમાં ઘણા સમયથી ખૂબ ઓછું પાણીનું પ્રેસર આવતા આ અંગેનું કારણ શોધવા ઇજનેરોને સૂચના આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ સારા સમાચાર ત્યાના નાગરિકોને મળ્યા નથી.

અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેરો કોટ વિસ્તારના પાણીના ઓછા પ્રેસરની સમસ્યા હલ કરી શક્યા નથી જેના કારણે હવે કન્સલ્ટન્ટ નિમવાનો નિર્ણય કર્યો છે.

કોર્પોરેશન ના ઇજનેરો હોવા છતાં કન્સલ્ટન્ટ  નિમવાની ફરજ પડી છે જેને કારણે તંત્રની તીઝોરી પર બોજો પડશે. ખાડિયા અને કાલુપુર વિસ્તારમાં લાંબા સમયથી પાણીની સમસ્યા છે.

પાણીનું પ્રેસર ખૂબ ઓછું આવતા આ અંગેનું કારણ શોધવા ઇજનેરોને સૂચના આપવામાં આવી હતી પણ 2 મહિના થવા છતાં તેનો ફોલ્ટ શોધીના શકતા સ્ટેન્ડિંગ કમિટીમાં ફોલ્ટ શોધવા કન્સલ્ટન્ટની નિમણુક કરવાનો નિર્ણય કરાયો છે.