Not Set/ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવવામાં થઇ શકે છે વિલંબ, જાણો શું છે કારણ

નવી દિલ્હી, પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના હાલમાં જ સમાપ્ત થયેલા મતદાન બાદ હવે ૧૧ ડિસેમ્બરના રોજ રિઝલ્ટ ઘોષિત કરવામાં આવશે. જો કે આ પહેલા જ ચૂંટણીપંચ દ્વારા આ મતગણતરીને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, ચૂંટણીની મતગણતરીમાં પહેલા કરતા વધુ સમય લાગી શકે છે. આ વિલંબનું મુખ્ય કારણ છે, […]

Top Stories India Trending
1543722242 evm machine 1 પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવવામાં થઇ શકે છે વિલંબ, જાણો શું છે કારણ

નવી દિલ્હી,

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના હાલમાં જ સમાપ્ત થયેલા મતદાન બાદ હવે ૧૧ ડિસેમ્બરના રોજ રિઝલ્ટ ઘોષિત કરવામાં આવશે. જો કે આ પહેલા જ ચૂંટણીપંચ દ્વારા આ મતગણતરીને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.

પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, ચૂંટણીની મતગણતરીમાં પહેલા કરતા વધુ સમય લાગી શકે છે. આ વિલંબનું મુખ્ય કારણ છે, ઈલેક્શન કમીશન દ્વારા બદલવામાં આવેલા નવા નિયમો.

Image result for election counting

રવિવારે ચૂંટણીપંચ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે, “મતગણતરીના દેરક રાઉન્ડ બાદ રીટનિંગ ઓફિસરએક રાઉન્ડનું સર્ટિફિકેટ જાહેર કરશે નહી ત્યાં સુધી આગળનું રાઉન્ડ શરુ થશે નહિ”.

આ ફોર્મુલા મધ્યપ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ, છત્તીસગઢ અને તેલંગાનામાં લાગુ કરવામાં આવશે, જેથી પરિણામ આવવામાં વિલંબ આવી શકે છે.

Image result for election counting

સાથે સાથે આ મતગણતરી દરમિયાન વેબકાસ્ટિંગ થશે કે હોલમાં વાઈ-ફાઈ નેટવર્કનો ઉપયોગ કરી શકાશે, માત્ર CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે.

ચૂંટણીપંચ દ્વારા કોંગ્રેસની આપત્તિ બાદ રવિવાર મોડી રાત્રે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હકીકતમાં,કોંગ્રેસ દ્વારા મતગણતરીનું વેબકાસ્ટિંગ જિયોની જગ્યાએ BSNL (ભારતીય સંચાર નિગમ લિમિટેડ)ને આપવા માટે માંગ કરી હતી. આ ઉપરાંત તેઓ દ્વારા વેબકાસ્ટિંગનો ઠેકો ગુજરાતની કંપની સંઘવી ઇન્ફોટેકને આપવાને લઈને પણ આપત્તિ જતાવી છે”,