Not Set/ હિમાચલ પ્રદેશ ચુંટણી : BJP ના સીએમ ઉમેદવાર સહિત અનેક દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ૬૮ બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. ગુરુવાર સવારે ૮ વાગ્યાથી શરુ થયેલી મતદાન સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે. મતદાનને લઇ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે ૧૦ વાગ્યા સુધી ૧૩.૭૨ % વોટીંગ થયું હતું. ભારતીય જનતા પાર્ટીના સીએમ પદના ઉમેદવાર પ્રેમ કુમાર ધુમલ, વર્તમાન મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ, ભાજપના […]

India
177164 voting હિમાચલ પ્રદેશ ચુંટણી : BJP ના સીએમ ઉમેદવાર સહિત અનેક દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ૬૮ બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. ગુરુવાર સવારે ૮ વાગ્યાથી શરુ થયેલી મતદાન સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે. મતદાનને લઇ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે ૧૦ વાગ્યા સુધી ૧૩.૭૨ % વોટીંગ થયું હતું. ભારતીય જનતા પાર્ટીના સીએમ પદના ઉમેદવાર પ્રેમ કુમાર ધુમલ, વર્તમાન મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ, ભાજપના નેતા અનુરાગ ઠાકુર સહિતના તમામ પાર્ટીના દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું હતું.

વિધાનસભાની ચુંટણીને લઇ રાજ્યભરમાં સુરક્ષાનો ચુસ્ત બંધોબસ્ત કરવામાં આવ્યો છે. ચુંટણી દરમિયાન પોલીસના ૧૧૫૦૦, હોમગાર્ડના ૬૪૦૦ જવાનો તેમજ અર્ધસૈનિક દળની ૬૫ કંપનીઓને તૈનાત કરવામાં આવી છે.

download 2 2 હિમાચલ પ્રદેશ ચુંટણી : BJP ના સીએમ ઉમેદવાર સહિત અનેક દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન

મહત્વનું છે કે, આ વખતે હિમાચલ પ્રદેશની ચુંટણીમાં ભાજપના સીએમ પદના ઉમેદવાર પ્રેમ કુમાર ધુમલ અને મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ત્યારે પ્રેમ કુમાર ધુમલે ચુંટણીમાં ૬૦ થી વધુ સીટ જીતવાનો દાવો કર્યો છે.