Not Set/ 28 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનાં પરિણામો આજે થશે જાહેર, મતગણતરી શરૂ

મધ્યપ્રદેશની 28 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનાં પરિણામો આજે જાહેર કરવામાં આવશે. મતગણતરી કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે, ત્યારબાદ ઇવીએમનાં વોટોની ગણતરી કરવામાં આવશે. શું નીતિશ કુમાર બની રહેશે CM કે તેજસ્વી યાદવને મળશે જનતાનો ભરોશો? મતગણતરી શરૂ આ પરિણામો સાબિત કરશે કે કોંગ્રેસ છ મહિના પહેલા […]

Top Stories India
asdq 6 28 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનાં પરિણામો આજે થશે જાહેર, મતગણતરી શરૂ

મધ્યપ્રદેશની 28 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનાં પરિણામો આજે જાહેર કરવામાં આવશે. મતગણતરી કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે, ત્યારબાદ ઇવીએમનાં વોટોની ગણતરી કરવામાં આવશે.

શું નીતિશ કુમાર બની રહેશે CM કે તેજસ્વી યાદવને મળશે જનતાનો ભરોશો? મતગણતરી શરૂ

આ પરિણામો સાબિત કરશે કે કોંગ્રેસ છ મહિના પહેલા ગુમાવેલી સત્તા ફરીથી મેળવી શકશે, કે ભાજપ તેની સત્તા બચાવી શકશે. એટલું જ નહીં, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા માટે પણ આ પેટા-ચૂંટણી મહત્વપૂર્ણ છે. 28 માંથી 16 બેઠકો ગ્વાલિયર-ચંબલ વિસ્તારની છે, જેમાં સિંધિયાનો પ્રભાવ છે. મધ્યપ્રદેશનાં ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે 28 બેઠકોની પેટા-ચૂંટણીઓ સત્તાનું ભવિષ્ય નક્કી કરશે. મધ્યપ્રદેશનાં 19 જિલ્લાનાં 28 વિધાનસભા મત વિસ્તારોમાં 3 નવેમ્બરનાં રોજ યોજાનારી પેટા-ચૂંટણીઓની મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. આપને જણાવી દઇએ કે, બહુમતીનાં આંકડા સુધી પહોંચવા માટે ભાજપને 28 માંથી માત્ર 8 ધારાસભ્યોની જરૂર છે.

યુક્રેનનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશની 230 સભ્યોની વિધાનસભામાં હાલમાં ભાજપ પાસે 107, કોંગ્રેસનાં 87, બસપાનાં 2, સપાનાં 1 અને 4 અપક્ષો છે. આ વર્ષે માર્ચમાં રાજ્યમાં કોંગ્રેસનાં 22 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, જેના કારણે કમલનાથની સરકાર લઘુમતીમાં આવી ગઇ હતી. જેમા મોટાભાગનાં ધારાસભ્યો જ્યોતિરાદિત્ય સિંધિયાનાં સમર્થક હતા, જેઓ પાછળથી ભાજપમાં જોડાયા હતા. સિંધિયા જાતે જ માર્ચમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.