Not Set/ અવકાશમાં ભારતની વધુ એક છલાંગ, દેશનાં પ્રથમ ખાનગી રોકેટ એન્જિન “રમણ” નું થયુ સફળ પરીક્ષણ

  હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે ઉપરનાં તબક્કાનાં રોકેટ એન્જિન ‘રમણ‘ નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ એન્જિન ઘણા ઉપગ્રહોને એક સમયમાં અનેક ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી શકે છે. કંપનીનાં એક ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપી હતી. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) નાં ભૂતપૂર્વ વૈજ્ઞાનિકો દ્વારા સ્થાપિત સ્કાયરૂટ ભારતનું પ્રથમ ખાનગી અવકાશ પ્રક્ષેપણ વાહન બનાવી રહ્યું છે. […]

India
acfa2aeae85bdcee95643ca631acecfe અવકાશમાં ભારતની વધુ એક છલાંગ, દેશનાં પ્રથમ ખાનગી રોકેટ એન્જિન "રમણ" નું થયુ સફળ પરીક્ષણ
acfa2aeae85bdcee95643ca631acecfe અવકાશમાં ભારતની વધુ એક છલાંગ, દેશનાં પ્રથમ ખાનગી રોકેટ એન્જિન "રમણ" નું થયુ સફળ પરીક્ષણ 

હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે ઉપરનાં તબક્કાનાં રોકેટ એન્જિન રમણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ એન્જિન ઘણા ઉપગ્રહોને એક સમયમાં અનેક ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી શકે છે. કંપનીનાં એક ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપી હતી.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) નાં ભૂતપૂર્વ વૈજ્ઞાનિકો દ્વારા સ્થાપિત સ્કાયરૂટ ભારતનું પ્રથમ ખાનગી અવકાશ પ્રક્ષેપણ વાહન બનાવી રહ્યું છે. સ્કાયરૂટનાં સહ-સ્થાપક અને સીઈઓ પવન કુમાર ચંદનાએ કહ્યું, ‘અમે ભારતનાં પ્રથમ 3D- પ્રિન્ટ બાય-પ્રોપેલેન્ટ લિક્વિડ રોકેટ એન્જિન ઇન્જેક્ટરનું પ્રદર્શન કર્યુ છે. પારંપરિક વિનિર્માણની તુલનામાં તેનું કુલ ઉત્પાદન 50 ટકા ઓછુ છે અને કુલ ઘટકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આ એન્જિન ઘણી વખત ચાલુ થઇ શકે છે અને તેથી તે એક જ મિશનમાં ઘણા ઉપગ્રહોને અનેક કક્ષાઓમાં સ્થાપિત કરવામાં સક્ષમ છે.

તેમણે માહિતી આપી કે, કંપનીનાં બે રોકેટ છ મહિનામાં લોંચ માટે તૈયાર થઈ જશે. સ્ટાર્ટઅપમાં અત્યાર સુધીમાં 31.5 કરોડ રૂપિયા ઉભા થયા છે અને 2021 પહેલા 90 કરોડ રૂપિયા ઉભા કરવાનો લક્ષ્યાંક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.