બિહારના મુઝફ્ફરપુરમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં બાગમતી નદીના ગાયઘાટ વિસ્તારમાં 30 વિદ્યાર્થીઓને લઈ જતી બોટ પલટી ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને લગભગ 20 બાળકોને સુરક્ષિત રીતે બચાવ્યા હતાં.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના સવારે લગભગ 9.30 વાગે બની હતી. માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જો કે હજુ અનેક બાળકો ગુમ છે. તેની શોધમાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)ની ટીમ ઘટનાસ્થળે રાહત કાર્યમાં લાગેલી છે. એક પ્રત્યક્ષદર્શી રાકેશ કુમારે જણાવ્યું કે બોટમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો હતા. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
શાળાએ જવા માટે નદી પાર કરી રહ્યા
તપાસમાં જાણવા મળ્યું છે કે તમામ બાળકો સવારે શાળાએ જતા હતા. બધા ગાયઘાટથી બોટમાં નદી પાર કરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં નદીમાં પાણીનો પ્રવાહ ઝડપી છે, આ દરમિયાન બોટે સંતુલન ગુમાવ્યું અને આ દુર્ઘટના બની હતી. તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થાનિક લોકોએ 20 જેટલા બાળકોને બચાવ્યા, પરંતુ હજુ પણ 10 જેટલા બાળકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે. તેમને શોધવા માટે SDRF અને NDRFને તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: લાલબત્તી સમાન કિસ્સો/ અમદાવાદમાં પિતાની લાપરવાહીના કારણે કારમાં ફસાઈ ગયું બાળક અને પછી….
આ પણ વાંચો: Reincarnation/ સાત મિનિટનું મૃત્યુ અને પછી પુન:જન્મ, અભિનેતાએ જણાવ્યો પરલોકનો અનુભવ
આ પણ વાંચો: Parliament/ સંસદના વિશેષ સત્રને લઈને સાંસદો માટે ભાજપ દ્વારા વ્હિપ જાહેર કરાયું!