કોરોના મહામારી/ મસૂરીમાં પ્રવેશવા હવે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત, તંત્રએ લાગુ કર્યા કડક નિયમો

માસ્ક વિના ચાલવું અને સામાજિક અંતરનું ઉલ્લંઘન કરવું એ એક સામાન્ય પ્રથા બની ગઈ છે. શહેરમાં આવતા પ્રવાસીઓ મસૂરીના સુખદ વાતાવરણની મજા લઇ…

Top Stories India
A 155 મસૂરીમાં પ્રવેશવા હવે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત, તંત્રએ લાગુ કર્યા કડક નિયમો

ઉત્તર ભારતના મોટાભાગના હિલ સ્ટેશનોએ પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ મનાલી, મસૂરી સહિતના સ્થળોએ ભીડ કરી રહ્યાં છે. શહેરની મોટાભાગની હોટલો પણ પેક થઈ છે. પરંતુ શહેરમાં આવનાર પ્રવાસીઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરી રહ્યાં નથી. તેથી હવે પોલીસ પ્રશાસને મસૂરીમાં પ્રવેશ કરનાર લોકો માટે કોરોના નેગેટિવ ટેસ્ટ લઈને આવવાનું ફરજિયાત બનાવી દીધું છે.

મેદાની વિસ્તારમાં ઉનાળાની ગરમીમાં વધારો થતા પર્વતોની રાણી મસૂરીમાં પણ પ્રવાસીઓની સંખ્યા વધવા માંડી છે, પરંતુ શહેરમાં પહોંચનારા પ્રવાસીઓ કોરોના માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા નથી. માસ્ક વિના ચાલવું અને સામાજિક અંતરનું ઉલ્લંઘન કરવું એ એક સામાન્ય પ્રથા બની ગઈ છે. શહેરમાં આવતા પ્રવાસીઓ મસૂરીના સુખદ વાતાવરણની મજા લઇ રહ્યા છે, પરંતુ કોરોનાના ડરથી અજાણ થઈ ગયા છે.

આ પણ વાંચો : ભાજપના ચાણક્ય ફરી આવશે ગુજરાત, ભગવાન જગન્નાથના કરશે આરતી-દર્શન, આ વિકાસકાર્યોનું લોકાર્પણ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, આપમે હજી પણ કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યા છીએ. આપણે કોવિડ યોગ્ય વર્તનને અનુસરવું પડશે. અગ્રવાલે કહ્યું કે, મુક્તિ આપવાનો અર્થ એ નથી કે, કોવિડ સમાપ્ત થઈ ગયો. કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવું જરૂર છે. અગ્રવાલે કહ્યું કે, કેન્દ્ર રાજ્ય સાથે મળીને કોરોના ચેપને નિયંત્રિત કરવા માટે કામ કરી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે રિકરવરી રેટમાં નોંધપાત્ર વધારો થયો છે.

અગ્રવાલે કહ્યું કે, દેશમાં 53% કોરોના કેસ મહારાષ્ટ્ર અને કેરળના છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં 21 ટકા અને કેરળમાં 32% કેસ આવ્યા છે. અગ્રવાલે કહ્યું કે, જ્યારે દેશમાં કેસ વધતા જતા હતા ત્યારે અમારું ધ્યાન શક્ય તેટલા પરીક્ષણો પર કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જ્યારે કેસોની સંખ્યા ઓછી હોય ત્યારે પણ અમે શક્ય તેટલા પરીક્ષણો કરતા રહ્યા. તેમણે કહ્યું કે, નહીં તો કોરોના કેસ ફરીથી વધવાનું જોખમ નથી.

આ પણ વાંચો :પંજાબમાં રવિવારે તેમજ રાત્રી કર્ફ્યુ પર પૂર્ણવિરામ, રેસ્ટોરેન્ટ અને સિનેમા હોલને મળી છૂટ

દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘટવા લાગી છે તેને કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ પણ પોતપોતાની રીતે કોરોનાના પ્રતિબંધોમાં છૂટ આપવા લાગી છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે મનાલી, શિમલા સહિતના દેશના જાણીતા હિલ સ્ટેશનોએ ભીડ વધી રહી છે અને લોકો કોરોનાના નિયમોનું પાલન કરતા દેખાતા નથી. લોકો માસ્ક વગર બિંદાસ્ત રખડી રહ્યાં છે.

મસૂરીના પોલીસ અધિકારી નરેન્દ્ર પંતે કહ્યું હતું કે, ફક્ત તે પ્રવાસીઓ કે જેમની પાસે ઓનલાઈન હોટલ બુકિંગ હશે, કોરોના રિપોર્ટ હશે, તેમને જ મસૂરી આવવાની છૂટ આપવામાં આવશે. તે જ સમયે, પંજાબથી આવેલા પ્રવાસી સિમરન કહે છે કે મસૂરી આવવું ખૂબ સારું છે. લોકોએ માસ્ક પહેરવા જોઈએ, સામાજિક અંતરને અનુસરવું જોઈએ, પરંતુ જ્યારે માસ્ક પોતે ન પહેરવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ વાત કરવાનો ઇનકાર કરી દીધો.

આ પણ વાંચો :ડેલ્ટા પછી, કોરોનાના કપ્પા વેરિઅન્ટનું જોખમ, નીતિ આયોગે આપી આ મોટી જાણકારી

હિલ સ્ટેશનો પરની લોકોની બેફિકર ભીડ જોઈને કેન્દ્ર સરકારે ચિંતા થઈ છે. હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક એડવાઈઝરી બહાર પાડીને જણાવ્યું કે જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો ફરી વાર પ્રતિબંધોમાં અપાયેલી છૂટ પાછી ખેંચી લેવામાં આવશે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે અત્યાર સુધી કોરોનાની બીજી લહેરમાં મળેલી રાહતને કોરોના પ્રોટોકોલ તોડનાર લોકો ખતમી કરી શકે છે.