Not Set/ ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, નોંધાયા એક સાથે 2 કેસ

ગુજરાતમાં આ વાયરસનાં એક સાથે બે કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં ડેલ્ટા પ્લસનો આંક 48એ પહોંચ્યો છે.

Top Stories Gujarat Others
a 233 ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, નોંધાયા એક સાથે 2 કેસ

દેશમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ અંગેની ચિંતાઓ વચ્ચે દેશમાં કોરોના ત્રીજી લહેરનો ભય વધ્યો છે. ત્યારે હવે ગુજરતામાં પણ આ વાયરસની એન્ટ્રી થઇ ગઈ છે. ગુજરાતમાં આ વાયરસનાં એક સાથે બે કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં ડેલ્ટા પ્લસનો આંક 48એ પહોંચ્યો છે.

ડેલ્ટા-પ્લસ વેરિયન્ટ શું છે?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતમાં મળી આવેલા કોરોના વાયરસનો ડબલ મ્યૂટન્ટ સ્ટ્રેન B.1.617.2ને ડેલ્ટા નામ આપવામાં આવ્યું છે. B.1.617.2માં બીજો મ્યૂટેશન K417N થયો છે, જે અગાઉ કોરોના વાયરસના બીટા અને ગામાના વેરિયન્ટમાં પણ જોવા મળ્યો હતો. નવા મ્યૂટેશન પછી રચાયેલા વેરિયન્ટને ડેલ્ટા+ વેરિયન્ટ અથવા AY.1 અથવા B.1.617.2.1 કહેવામાં આવે છે.

K417N મ્યૂટેશનવાળા આ વેરિયન્ટ મૂળ વાયરસ કરતાં વધુ ચેપી છે. વેક્સિન અને દવાઓની અસરને નબળી બનાવી શકે છે. ખરેખર B.1.617 લાઈનેઝથી જ ડેલ્ટા વેરિયન્ટ (B.1.617.2) બહાર આવ્યો છે. એના વધુ બે વેરિયન્ટ છે- B.1.617.1 અને B.1.617.3, જેમાં B.1.617.1ને WHOએ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ (VOI)ની યાદીમાં રાખ્યો છે અને કપ્પા નામ આપ્યું છે.

શું Delta Variantનું વધુ એક મ્યૂટેશન પણ છે ?

Delta+ Variant વેરિયન્ટ તરીકે ઓળખાતા Delta Variantના મ્યૂટેશનને વૈજ્ઞાનિક ભાષામાં AY.1 નામ આપવામાં આવ્યું છે, પરંતુ અમેરિકામાં ડેલ્ટા વેરિયન્ટનું અલગ મ્યૂટેશન પણ સામે આવ્યું છે. જેને AY.2 નામ અપાયું છે. હાલમાં આ વેરિયન્ટને લઈને સંશોધન ચાલી રહ્યું છે. જોકે, આ મ્યૂટેશનનો ભારતમાં એકપણ કેસ જોવા મળ્યો નથી.